Ram Charan: રામ ચરણના ચાહકોએ લખ્યું RIP લેટર, મેકર્સને આપી ધમકી
Ram Charan: સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેની આગામી ફિલ્મ ગેમ ચેન્જરને લઈને ચર્ચામાં છે, પરંતુ આ ફિલ્મને લઈને એક ચાહકનું અસામાન્ય પગલું ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મનું એક્શનથી ભરપૂર ટીઝર જોયા બાદ ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. દરમિયાન, એક પ્રશંસકે ફિલ્મના નિર્માતાઓને એક RIP લેટર મોકલ્યો હતો, જેમાં ટ્રેલર અથવા ટીઝર વિશે કોઈપણ માહિતી વિના ફિલ્મની રિલીઝને માત્ર 13 દિવસ બાકી હોવા અંગે તેમની ચિંતા વ્યક્ત કરી હતી.
ફિલ્મના ટીઝરમાં રામ ચરણને જબરદસ્ત એક્શન સિક્વન્સમાં બતાવવામાં આવ્યા હતા અને ત્યારપછી ચાહકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલરની માંગ સાથે ચર્ચા શરૂ કરી હતી.
પત્રમાં પોતાની નિરાશા વ્યક્ત કરતા પ્રશંસકે કહ્યું કે જો આ મહિનાના અંત સુધીમાં ટ્રેલર કે ટીઝર વિશે કોઈ અપડેટ આપવામાં નહીં આવે તો તે આત્મહત્યા જેવા કડક પગલા ભરવા માટે મજબૂર થશે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેને RIP લેટર કહેવામાં આવી રહ્યો છે.
ફિલ્મના મેકર્સ કે રામ ચરણે આ પત્રનો જવાબ આપ્યો નથી. ફિલ્મ ગેમ ચેન્જરમાં રામ ચરણની સાથે કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થશે અને ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.