હાલમાં બૉલીવુડના સુપરસ્ટારમાંથી એક રિષી કપૂર ન્યૂયોર્કમાં છે અને પોતાની બિમારીની સારવાર કરાવી રહ્યાં છે, તેમની સાથે તેમની પત્ની નીતુ કપૂર પણ છે. તેમની બિમારીને લઇને અવાર-નવાર સમાચાર સામે આવે છે. હાલમાં તેમના ભાઈ રણધીર કપૂર અને કરીશ્મા કપૂર તેમને મળવા માટે ત્યાં પહોંચ્યા હતાં, જેની તસ્વીર નીતૂ કપૂરે શેર કરી હતી. જોકે, હજી સુધી કપૂર પરીવારના કોઈ પણ વ્યક્તિએ રિષી કપૂરની બિમારીને ખુલીને નિવેદન આપ્યું નથી, પરંતુ પ્રથમ વખત પોતાના પિતાના આરોગ્ય પર રણબીર કપૂરે મીડિયામાં મૌન તોડ્યું છે.
મંગળવારે જી સિને એવોર્ડ 2019 સેરેમની દરમ્યાન રણબીરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “પિતા સ્વસ્થ થઈ રહ્યાં છે અને તેઓ ટૂંક સમયમાં પાછા આવશે. તેઓ ફિલ્મમાં કામ કરવાનુ મિસ કરી રહ્યાં છે. હું આશા કરુ છું કે તમારી પ્રાર્થનાઓને કારણે તેઓ ટૂંક સમયમાં ભારત પાછા આવી જશે. જોકે, તેમણે પણ રિષી કપૂરની બિમારી પર કશું કહ્યું નથી.