Rapper Emiway Bantai: ગેંગસ્ટર બિશ્નોઇના સાથીઓ Emiway Bantaiને આપી જીવલેણ ધમકી, 1 કરોડની ખંડણી માગી
Rapper Emiway Bantai : પ્રખ્યાત રેપર એમીવે બંતાઈને તાજેતરમાં જ ગંભીર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે સંકળાયેલા ગેંગસ્ટરો આ ધમકી પાછળ હોવાની શંકા છે.
એમીવે બંતાઈનું સાચું નામ મુહમ્મદ બિલાલ શેખ છે અને તે 29 વર્ષનો છે. તે ‘કુડી’, ‘ગલી કા કુટ્ટા’, ‘રિંગ રિંગ’, ‘ગિરફ્તાર’ અને ‘જમૈકા ટુ ઈન્ડિયા’ જેવા લોકપ્રિય ગીતો માટે વિશ્વભરમાં જાણીતો છે. તેની લોકપ્રિયતા છતાં, હવે તેનો જીવ જોખમમાં છે.
મોતની ધમકી અને ખંડણી માંગ
અહેવાલો અનુસાર, એમીવે બંતાઈને તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ધમકીભર્યો સંદેશ મળ્યો છે જેમાં તેની પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનો સાથી ગણાવ્યો છે. તેણે રોહિત ગોદારાનું નામ પણ લીધું છે, જે બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે.
ધમકીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો નિર્ધારિત સમય મર્યાદા એટલે કે 24 કલાકમાં 1 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં નહીં આવે તો એમીવે બંતાઈની હત્યા કરવામાં આવશે.
View this post on Instagram
શંકાસ્પદ જોડાણ: સિદ્ધુ મૂસેવાલાની હત્યા
આ ધમકી એવા સમયે આવી છે જ્યારે એમીવે બંતાઈએ સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ત્રીજી વર્ષગાંઠ પર ‘ટ્રિબ્યુટ ટુ સિદ્ધુ મૂસેવાલ’ નામનું ગીત રજૂ કર્યું હતું. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી પણ લીધી હતી, તેથી હવે એવું માનવામાં આવે છે કે તેની સાથે સંકળાયેલા ગેંગસ્ટરો એમીવે બંતાઈને નિશાન બનાવી રહ્યા છે.
પોલીસ ફરિયાદ દાખલ
એમીવે બંતાઈને આ ધમકી મળતાની સાથે જ તેમણે તાત્કાલિક પોતાના કર્મચારી દ્વારા નવી મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને રેપરની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.