બોલીવુડ દબંગ સલમાન ખાને વોન્ટેડ, દબંગ, ટાઇગર જેવી સારી ફિલ્મો કરી છે. સલમાનની ફિલ્મોમા એક્શન સાથે રોમાન્સ પણ હોય છે. પરંતુ ક્યારેય કિસિંગ સીન હોતો નથી. જો કે સલમાન ખાન જે જે ફિલ્મો સાઇન કે છે એમાં નો કિસિંગ સીનની પોલિસી હોય છે. જેનો ખુલાસો ખુદ સલમાનના ભાઇ અરબાઝ ખાને એક ટીવી શો માં કર્યો હતો.
ટીવી શો માં સલમાન એવું કહેતા જોવા મળી રહ્યો છે કે ‘જુઓ સ્ક્રીન પર હું કિસ તો કરતો નથી. તો મને કોઇ ફરક પડતો નથી. જેની પર અરબાઝ કહે છે કે, ‘એ ઓફ સ્ક્રીન એટલી કરી લે છે કે ઓન સ્ક્રીન જરૂર પડતી નથી.’ ત્યાં હાજર લોકો અરબાઝની વાત સાંભળી લોકો હસવા લાગે છે.’
તો બીજી બાજી સલમાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘મને અજીબ લાગે છે જ્યારે આપણે ઘરે ફિલ્મો જોઇએ છીએ તો એમાં અભિનેતા અને અભિનેત્રી સ્ક્રીન પર કીસ કરે છે. એ સમયે આપણે આપણી જાતને અસહજ મહેસૂસ કરીએ છીએ અને વાતો કરવાનું શરૂ કરી દઇએ છીએ. આ ચીજ હંમેશા મારા દિમાગમાં રહે છે, એટલા માટે મે ક્યારેય કિસિંગ સીન કર્યો નથી.’ આજકાલ સલમાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ ભારત કોરિયન ફિલ્મ ઓડ ટૂ માય ફાધરનું હિંદી વર્ઝન છે.