Saif Ali Khan: સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો: જાણો શું છે આખી ઇન્સાઇડ સ્ટોરી
Saif Ali Khan: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બહાર આવી રહેલા સમાચારો અનુસાર તેમના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો પરંતુ હવે એક નવી થિયરી સામે આવી રહી છે.
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલો થયો ત્યારે સૈફ, તેની પત્ની કરીના અને તેના બાળકો પણ હાજર હતા. અત્યાર સુધી સમાચાર આવી રહ્યા હતા કે સૈફના ઘરમાં કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો પરંતુ હવે જે તાજા સમાચાર સામે આવ્યા છે તે મુજબ સૈફ અલી ખાનની કથિત રીતે એક અજાણ્યા વ્યક્તિ સાથે ઝપાઝપી થઈ ગઈ છે.
એક અજાણ્યો વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસ્યો
ન્યૂઝ એજન્સી દ્વારા એક્સ પરની એક પોસ્ટ અનુસાર, ‘મોડી રાત્રે, એક અજાણ્યો વ્યક્તિ અભિનેતા સૈફ અલી ખાનના ઘરે ઘૂસ્યો અને તેની નોકરાણી સાથે દલીલ કરી. જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરીને વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ અલી ખાન પર હુમલો કર્યો અને તેને ઘાયલ કર્યો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે’.
સૈફ હોસ્પિટલમાં દાખલ
સૈફ અલી ખાન હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. સૈફ અલી ખાનની તબિયત અંગે હજુ સુધી તાજેતરની માહિતી સામે આવી નથી. સૈફ પર હુમલાને લઈને પોલીસની નવીનતમ માહિતી સામે આવી છે. હવે આ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે.
પોસ્ટ અનુસાર, અભિનેતા સૈફ અલી ખાનના ઘરે એક અજાણ્યો વ્યક્તિ ઘુસ્યો. અભિનેતા અને ઘુસણખોર વચ્ચે ઘર્ષણ થયું. અભિનેતા ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. તપાસ ચાલુ છે. મુંબઈ પોલીસે આ નિવેદન આપ્યું છે.