Salman Khan દ્વારા ‘ગેમરલોગ’નું પોસ્ટર લોન્ચ, દર્શિલ સફારીનું OTT પર ડેબ્યૂ
Salman Khan: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ઈસ્પોર્ટ્સ આધારિત વેબ સિરીઝ ‘ગેમરલોગ’ નું પોસ્ટર લોન્ચ કરીને ટીમને ભરપૂર ટેકો આપ્યો. આ પ્રસંગે સલમાનનો નવો લુક ચાહકોને ભારે પસંદ આવ્યો અને સોશિયલ મીડિયા પર ચરમ ચર્ચામાં રહ્યો.
સલમાનનો ખાસ સંદેશ
સ્ટેજ પર હાજરી દરમિયાન સલમાને ટીમને શુભેચ્છા આપતાં કહ્યું, “તમામને અભિનંદન, શાબાશ.” ઈવેન્ટ દરમિયાન નિર્માતા અને દિગ્દર્શક આર્ય દેવ પણ હાજર રહ્યા. સલમાની ફિટનેસ અને પોતાની આગવી અદાએ પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું.
દર્શિલ સફારીનું OTT ડેબ્યૂ
‘તારે જમીન પર’ ફેમ દર્શન સફારી પહેલી વાર OTT પ્લેટફોર્મ પર ‘ગેમરલોગ’ શ્રેણી દ્વારા જોવા મળશે. આ શ્રેણીનો પ્રીમિયર 12 જૂને થયો હતો. ડેરિન રઘુ નામના યુવાનની ભૂમિકા ભજવે છે, જે એક નાના શહેરમાંથી આવે છે અને ઈ-સ્પોર્ટ્સની દુનિયામાં પોતાનું નામ બનાવવાની ક્ષમતા ધરાવે છે. પોતાના સપના પૂરા કરવા માટે, તે મુંબઈનો રસ્તો અપનાવે છે અને જીવનમાં ઘણા પડકારોનો સામનો કરે છે.
Latest: Megastar Salman Khan With Team #GamerLog pic.twitter.com/bOi743llWH
— SALMAN KI SENA™ (@Salman_ki_sena) June 16, 2025
Look at Salman Khan
He is totally in shape #SalmanKhan pic.twitter.com/NB0Lxz4zoc
— Siddharth Mathur (@TheSidMathur) June 16, 2025
દર્શિલની ભાવનાત્મક પ્રતિક્રિયા
સલમાન ખાનના સમર્થનથી ભાવુક થયેલા દર્શિલે જણાવ્યું,
“સલમાન સર જેવા મહાન અભિનેતાને અમારી શ્રેણી સાથે જોડાવું એ મારા માટે સપનાથી ઓછું નથી. હું બાળપણથી જ તેમને ફિલ્મોમાં જોઈ રહ્યો છું, આજે તેમની હાજરીમાં આ તકે ઉભો છું, એ મારા માટે બહુ મોટો પ્રસંગ છે.”