બૉલીવુડના ‘મુન્ના ભાઈ’ તેના ફેન્સ માટે હવે જોરદાર કામ કરી રહ્યાં છે. આગામી 2 વર્ષોમાં સંજય દત્ત 1 અથવા 2 નહીં પણ 6 ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં સંજય દત્તે ત્રણ ફિલ્મો – કલંક, તુલસી દાસ અને પ્રસ્થાનની શૂટિંગ પૂર્ણ કરી છે. હવે તે પછીની ત્રણ ફિલ્મો માટે શૂટિંગ શરૂ કરશે.
અહેવાલો અનુસાર ફિલ્મ ‘શમશેર’ ની શૂટિંગ ફેબ્રુઆરી સુધી ચાલશે, પરંતુ સંજયે 2 અઠવાડિયા પહેલા તેનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે 10 ડિસેમ્બરથી આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’નું શૂટિંગ પણ શરૂ કર્યું છે, જે માર્ચ સુધી ચાલશે. આશુતોષ ગોવારિકરની આ ફિલ્મમાં સંજય ઉપરાંત, અર્જુન કપૂર, ક્રિતી સનન અને પદ્મિની કોલ્હાપુરી જેવા કલાકારો પણ જોવા મળશે.
જૂન-જુલાઇ સુધી આ શુંટિગ પૂર્ણ કરવામાં આવશે. આ પછી સંજય મહેશ ભટ્ટની ‘ સડક 2’ માં જોવા હશે. આ ફિલ્મમાં અલીયા ભટ્ટ, પૂજા ભટ્ટ અને આદિત્ય રાય કપૂર પણ જોવા મળશે. ‘સડક 2’ 1991ની ‘સડક’ ફિલ્મની સિક્વલ છે. ફિલ્મ 25 માર્ચ 2020નાં રોજ રિલીઝ થશે.