Sanjay Duttની નાની ઇકરા હવે મોટી થઈ ગઈ! નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
Sanjay Dutt: બોલીવૂડ અભિનેતા સંજય દત્ત લાઈમલાઈટમાં તો રહે છે, પરંતુ તેમનો પરિવાર ખાસ કરીને બાળકો સામાન્ય રીતે ગ્લેમર દુનિયાથી દૂર રહે છે. જોકે તાજેતરમાં સંજય દત્ત તેની નાની દીકરી ઇકરા સાથે એક લગ્ન સમારોહમાં પહોંચ્યો, જ્યાં તેના લુકે બધાનું ધ્યાન ખેંચી લીધું. ઈન્ટરનેટ પર વાયરલ થયેલી તસવીરો જોઈને ચાહકો કહે છે કે, “શું આ ખરેખર નાની ઇકરા છે?”
લગ્ન સમારંભમાં પિતા સાથે દેખાઈ ઇકરા
આ તસવીરો પીઢ ગાયક સોનુ નિગમે તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં સંજય દત્ત, સોનુ નિગમ અને અન્ય મિત્રો સાથે નાચતા નજરે પડે છે. કેટલીક તસવીરોમાં સંજય દત્ત પોતાની દીકરી ઇકરાને સાથે બેઠો જોવા મળે છે. ઇકરાએ ગુલાબી રંગનો પરંપરાગત ડ્રેસ પહેર્યો છે અને તે ઘણી સુંદર લાગી રહી છે.
ચાહકો થયા આશ્ચર્યચકિત
ઈકરાના નવા અવતારને જોઈને ચાહકોની ભિનભિન પ્રતિસાદ મળી રહ્યા છે. ઘણા લોકો કહ્યું કે, “અમે માન્ય ન શક્યા કે આ ઇકરા છે.” બીજી ટિપ્પણીઓમાં લખાયું છે કે, “નાની ઇકરા કેટલી મોટી થઈ ગઈ!” નોંધનીય છે કે ઇકરાનો જન્મ 21 ઓક્ટોબર 2010માં થયો હતો અને હાલમાં તે 14 વર્ષની છે.
સંજય દત્તનું પરિવારજીવન
સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. પ્રથમ પત્ની રિચા શર્મા સાથે 1987માં લગ્ન કર્યા હતા, જેમનું 1996માં અવસાન થયું હતું. રિચાથી તેમને એક પુત્રી ત્રિશલા છે, જે અમેરિકામાં રહે છે. દત્તે ત્યારબાદ 1998માં રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા, જે 10 વર્ષમાં તૂટી ગયા. 2008માં દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા, જેને કારણે તેમને શહરાન અને ઇકરા નામના જોડિયા સંતાન છે. દત્તનો પરિવાર હાલ દુબઈમાં રહે છે.