બૉલીવુડ સ્ટાર્સના અફેરની ચર્ચા સદીઓથી ચાલતી આવી છે. આ દરમિયાન ઘણી જોડીઓ એક થઇ તો કોઇનું બ્રેકઅપ થઇ ગયું. કોને વિચાર્યું હતું કે આવો સમય આવશે જ્યારે બૉલીવુડની જાણીતી જોડી કરીના કપૂર અને શાહીદ કપૂરનું બ્રેકઅપ થઇ જશે. હાલ શહિદ કપૂરનું એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યું છે જ્યારે શાહીદે પોતાના બ્રેકઅપ પર ખુલીને વાત કરી.
ઇન્ટરવ્યૂ દરમિયાન શાહિદે કહ્યું, આ ખોટું હશે જો હું કહું કે મને કોઇ ફરક પડતો નથી. હું પણ એક માણસ છું, ખરાબલાગે છે જ્યારે કરીનાને આવી રીતે જોવું છું કે એના માટે વાંચુ છું.
પરંતુ મારી પાસે આ સિવાય કોઇ રસ્તો નહતો. મારે આ બધું સહન કરવું પડ્યું. પરંતુ આજે પણ હું એ સારી ક્ષણોને યાદ કરીને આગળ વધી જવું છુ જ્યારે હું કરીનાની સાથે હતો. હાલ હું તમામ ચીજોમાં પૉઝીટીવિટી શોધી રહ્યો છું અને ખુશ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
આ બધી ભૂતકાળની વાતો છે. આજે આ એ સમયનું ઇન્ટરવ્યૂ છે જ્યારે શાહિદ અને કરીનાનું બ્રેકઅફ થયું હતું. આજે આ વાતને ઘણા વર્ષો વીતી ગયા છે. હવે બંને પોતાની મેરેજ લાઇફમાં ખૂબ જ ખુશ છે અને લાઇફને ખુલીને જીવી રહ્યા છે.