ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે લોકો ઠંડાપીણાથી રાહત મેળવી રહ્યા છે, પણ હાલ ઠંડા પદાર્થોમાં ફેરીયાઓ અનેક પ્રકારની ભેળસેળ કરીને વહેંચે છે.આ તમામથી અલગ લોકોને નેચરલ જ્યુસ વિશે અવેર કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ બી નેચરલ જ્યુસ પ્રોડક્ટ વિશે વાત કરી હતી.
તેમણે આ પ્રોડક્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે બી ફીટનેસની સાથે વેલનેસ પણ જરૂરી છે. બી નેચરલ પ્રોડક્ટમાં 100 % નેચરલ ફ્રુટનું જ્યુસ છે, જેમાં કોઈ પણ પ્રકારનું પ્રિઝર્વેટીવ કે કેમિકલ મિક્સ કરવામાં આવ્યું નથી. જે તમારા શરીરને હેલ્ધી રાખે છે અને આડઅસરથી બચાવે છે.
પોતાના વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તે બોલિવુડની પ્રથમ અભિનેત્રી છે જે પોતાની સેલિબ્રિટી એપ લોન્ચ કરશે, જેમાં ફીટનેસથી માંડીમે વેલનેસ સુધીની તમામ બાબતો વિશે શિલ્પા શેટ્ટી દ્વારા અવેર કરવામાં આવશે