ભારતના મનોરંજક જગતમાં સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુનો શોક હજી ગયો નથી કે ત્યાં વધુ એક માઠા સમાચાર આવ્યા છે. માત્ર 16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે ગુરૂવારનાં રોજ આત્મહત્યા કરી જીવન ટુંકાવી લીધું. તેણે શા માટે આત્મહત્યા કરી તેની પાછળનું કારણ હજી સુધી સામે નથી આવ્યું. પોલીસ તપાસ કરી રહી છે
મળતી જાણકારી અનુસાર ગઇ રાત્રે જ એક ગીતને લઇને સિયાનીએ પોતાનાં મેનેજર અર્જુન સરીન સાથે વાત કરી હતી. અર્જુને જણાવ્યું કે,“સિયા બિલકુલ ઠીક હતી અને પરેશાન પણ ન હોતી લાગી રહી પરંતુ તેઓને પણ સમજણ નથી પડી રહી કે આખરે સિયાએ આવું પગલું કેમ ભર્યું.”