કરીના કપૂર(kareena kapoor khan) એક ઈવેન્ટ દરમિયાન કંઈક એવું જુએ છે જેનાથી તે ચોંકી જાય છે. કરીના કપૂરના ફોટા લેતી વખતે પાપારાઝી અચાનક પડી જાય છે. બેબો ટૂંક સમયમાં હંસલ મહેતાની ‘ધ બકિંગહામ મર્ડર્સ’માં જોવા મળશે.
કરીના કપૂરkareena kapoor khan) હંમેશા તેની અદભુત સ્ટાઈલ માટે જાણીતી છે. કરીના કપૂર દરરોજ પાપારાઝીની સામે સ્પોટ થતી રહે છે. કરીના કપૂર આજે એક ઇવેન્ટ દરમિયાન કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી હતી. કરિના ઘણીવાર તેની ફેશન સેન્સને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. શનિવારે, કરીના કપૂર એક ઇવેન્ટમાં અદભૂત રેડ કલર શિફ્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ઇવેન્ટ દરમિયાન, કરીનાની સામે પાપારાઝી સાથે કંઈક એવું થાય છે કે તે ચોંકી જાય છે. કરીના કપૂર ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
કરીના કપૂરનો ફોટો લેતી વખતે પાપારાઝી પડી ગયા
કરીના કપૂરની આ ઈવેન્ટમાં અભિનેત્રીના ફોટોગ્રાફ્સ લેતી વખતે એક પાપારાઝી પડી ગયો. જો કે તે સોફા પર પડી જાય છે. આ જોઈને બેબો પણ ડરી જાય છે અને તેને ધીરે ધીરે ફોટો લેવાનું કહે છે. અભિનેત્રીના લુકને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કરીના કપૂરે તેના વાળ પાછળના ભાગે પોનીટેલમાં બાંધ્યા હતા અને તેનો આખો લુક ખૂબ જ ક્યૂટ લાગે છે. આ બહુ સામાન્ય વાત છે કે જ્યારે પણ કરીના કોઈ પબ્લિક પ્લેસ પર જોવા મળે છે ત્યારે થોડી હંગામો મચી જાય છે. આ ઘટનાનો વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.