સોનમ કપૂરની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ હાલમાં જ રિલીઝ થઇ હતી. પરંતુ આ ફિલ્મ કઇક ખાસ કમાલ કરી શકી નહીં. હવે સોનમથી જોડાયેલી એક મોટી ખબર સામે આવી રહી છે. જણાવી દઇએ કે આ બીજી વખત છે જ્યારે સોનમ તેનુ નામ બદલ્યું છે.
સોનમ કપૂરે આનંદ આહૂજાથી લગ્ન કર્યા બાદ પ્રથમ વખત તેનું નામ બદલ્યું હતુ અને તેના નામની સાથે ‘આહૂજા’ જોડી લીધું હતું. પરંતુ સોનમે ફરી એક વખત તેનું નામ બદલી લીધુ છે. આ નામની પહેલાના નામ કરતા ખૂબ અલગ છે. જણાવી દઇએ કે સોનમ તેના જૂના નામ ‘સોનમ કે આહૂજા’ની જગ્યાએ ‘જોયા સિંહ સોલંકી’ રાખી લીધુ છે. જોકે સોનમ તેના દ્વારા તેની અપકમિંગ ફિલ્મ ‘ધ જોયા ફેક્ટર’નું પ્રમોશન કરી રહી છે. સોનમ ખૂબ જલદી આ ફિલ્મમાં નજરે પડવાની છે.