Tiger 3 Advance Booking: સલમાન ખાન(Salman khan) , કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ Tiger 3 માત્ર 3 દિવસ પછી સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ ચાહકોની ઉત્તેજના પણ વધી રહી છે. ટાઈગર સિરીઝની જૂની બે ફિલ્મો પણ હિટ રહી છે અને દર્શકો ત્રીજા હપ્તાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પઠાણ પછી તેના માટે દર્શકોનો ક્રેઝ વધુ વધી ગયો છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ઝડપથી ચાલી રહ્યું છે. આ અહેવાલમાં જાણો નવીનતમ આંકડાઓ…
Tiger 3નું એડવાન્સ બુકિંગ મજબૂત છે
સલમાન ખાનની સાથે, દર્શકો કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીને એક્શન મોડમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એડવાન્સ બુકિંગમાં ‘Tiger 3’ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મની અત્યાર સુધીમાં 3,63,842 ટિકિટ વેચાઈ છે, જેનાથી 9.89 કરોડ રૂપિયાનું કલેક્શન થશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ડેટા બ્લોક સીટ વગરનો છે. રિપોર્ટમાં ભાષા અને ફોર્મેટ પ્રમાણે એડવાન્સ બુકિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કંઈક આ રીતે છે…
હિન્દી 2D ફોર્મેટ: 3,43,992 ટિકિટ
હિન્દી IMAX 2D ફોર્મેટ: 7,537 ટિકિટ
હિન્દી 4DX ફોર્મેટ: 1,584 ટિકિટ
હિન્દી આઈસ ફોર્મેટ: 91 ટિકિટ
તેલુગુ 2D ફોર્મેટ: 10,295 ટિકિટ
તમિલ 2D ફોર્મેટ: 343 ટિકિટ