Tiku Talsania Heart Attack: તલસાનિયા ને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
Tiku Talsania Heart Attack: આમિર ખાન સાથે ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કરનાર બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ટીકુ તલસાનિયાનેને હાર્ટ એટેક આવ્યો છે. આ ગંભીર સ્થિતિને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ટીકુ તલસાનિયાની તબિયત સારી ન હતી, ત્યારબાદ તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ અહેવાલો અનુસાર તેમની સ્થિતિ ગંભીર છે. આ સમયે તેમના ચાહકો તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
બોલિવૂડમાં ટીકુ તલસાનિયાનું યોગદાન
ટીકુ તલસાનિયાને બોલિવૂડના એક અનુભવી અભિનેતા માનવામાં આવે છે. તેમણે પોતાના કોમિક ટાઇમિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. તેમની યાદગાર ફિલ્મોમાં આમિર ખાન સાથેની ‘ઇશ્ક’ (1997), ‘કૂલી નંબર 1’, ‘હંગામા’, ‘ધમાલ’ અને ‘અંદાઝ અપના અપના’ જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. ટીકુ તલસાનિયાની અભિનય શૈલી હંમેશા દર્શકોને હસાવતી હતી અને તેમની ફિલ્મોએ લોકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.
View this post on Instagram
ટીકુ તલસાનિયાનું અંગત જીવન
ટીકુ તલસાનિયાએ દીપ્તિ તલસાનિયા સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર, રોહન તલસાણિયા અને એક પુત્રી, શિખા તલસાનિયા છે. રોહન એક સંગીતકાર તરીકે કામ કરી રહ્યો છે, ત્યાં શિખા એક્ટ્રેસ છે અને તેણે ‘કુલી નં. 1’ અને ‘વીરે દી વેડિંગ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
ટીકુ તલસાનિયાના પરિવાર અને ચાહકોએ તેમની અચાનક બીમારી બાદ તેમને શુભેચ્છા પાઠવી છે અને તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.