‘મોહબ્બતેં અને ધૂમ ૩ જેવી ફિલ્મોમાં કામ કરનાર ઉદય ચોપરા લાંબા સમયથી મોટા પડદે ગાયબ છે. થોડા સમય પહેલા તેની સોશયલ મીડિયા પર તસવીરો જોવા મળી હતી જેમાં તેનું વજન ઘણું વધેલું દેખાતું હતું.
તેને બોલીવૂડમાં કામ ન મળવાથી અને રૃપેરી પડદેથી દૂર રહેવાથી તેના શરીર પર ચરબીના થર જામી ગયા છે. હવે ઉદય ચોપરાએ સોશિયલ મીડિયા પર આત્મહત્યાની વાત કરી છે. બોલીવૂડના જાણીતા યશ ચોપરાનો પુત્ર અને આદિત્ય ચોપરાનો ભાઇ ઉદય નિષ્ફળતાને કારણે માનસિક તાણનો ભોગ બન્યો છે.
ઉદયે ટ્વિટ કર્યું છે કે, ” મેં મારું ટ્વિટર અકાઉન્ટ થોડા કલાકો માટે ડી-એકટિવેટ કરી નાખ્યું. મને એવું લાગ્યું કે હવે હું મરી જઇશ. આ વિચાર અને લાગમી મારા માટે ખરેખર અભૂતપૂર્વ હતા. મને લાગે છે કે, આત્મહત્યા એક સારો વિકલ્પ છે. હું કબૂલું છુ કે, હું ઠીક નથી. હું હજી સુધી કોશિષ કરી રહ્યો છું પરંતુ નિષ્ફળ રહ્યો છું. ”
ઉદય ચોપરાના આ ટ્વિટ પરથી સ્પષ્ટ થાય છે કે, તે ડિપ્રેશનનો ભોગ બની ગયો છે. તેણે જોકે પછીથી બન્ને ટ્વિટસ ડિલીટ કરી નાખ્યા હતા. ત્યાર બાદ તેણે આ ટ્વીટ કરી.