‘ઝી’ ટીવી ચેનલ અને એસેલ ગુ્રપના ચેરમેન સુભાષ ચંદ્રાએ એક ખુલ્લો પત્ર લખી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ અને એમબીએફસીના પૈસા નહીં ચૂકવવા બદલ માફી માગી હતી. પ્રમોટર કંપની એસેલ વર્લ્ટની મની લોન્ડરિંગ કેસમાં સંડોવણીના અહેવાલ વચ્ચે શેર બજારમાં ઝી કંપનીના શેરમાં ૩૦ ટકાનો ઘટાડો થતાં રોકાણકારોએ તેમના પરસેવાની કમાણીના રૃપિયા ૧૪૦૦૦ કરોડ ગુમાવ્યા હતા.
‘મને ચોક્કસ ખાતરી છે કે ભારતીય ઉદ્યોગમાં એકપણ વ્યક્તિ એવી નથી જેનામાં પોતાના કરોડો રૃપિયાના દેવાને ચૂકતે કરવા પોતાની સર્વશ્રેષ્ઠ કંપનીને વેચવાની હિંમત હોય.
પ્રક્રિયા હજુ જારી છે, પરંતુ કેટલાક એવા લોકો છે જે અમને સફળ થવા દેવા ઇચ્છતા નથી. હું એમ નથી કહેતો કે અમે કોઇ ભુલ કરી ન હતી અને હમેંશની જેમ આ વખતે પણ હું પરિમામ ભોગવવા તૈયાર છું’એમ તેમણે પત્રમાં લખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઝી ટીવી પર માત્ર સરકારની જ વાહ વાહ કરવાના આક્ષેપો થતાં આવ્યા છે અને લોકોએ હવે આ ચેનલ જોવાનું પણ છોડી દેતાં તેની ટીઆરપી લગભગ ઝીરો થઇ ગઇ છે.
જો કે ચંદ્રા એ શેરહોલ્ડરોને ખાતરી આપી હતી કે તેઓ ભાગવાની નથી અને બેંકોની એક એક પાઇ ચૂકવી દેશે. નાણાકીય સહયોગ આપનાર દરેકનો તેમણે આભાર માન્યો હતો.મુંબઇ શેર બજારમાં ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ઝીના શેરના ભાવમાં ૩૩ ટકાનો ઘટાડો થયો હતો.