Apple Intelligence Features: લાખો iPhone યૂઝર્સ માટે આવી રહ્યું છે બીજું મોટું અપડેટ, મળશે આ 3 નવા ફીચર્સ
Apple Intelligence Features: એપલ ટૂંક સમયમાં iOS 18.4 ના મોટા અપડેટને રજૂ કરવા જઈ રહ્યું છે, જેમાં યૂઝર્સને કેટલાક ખાસ અને ઉપયોગી ફીચર્સ મળશે. આ અપડેટ ભારતીય યૂઝર્સ માટે ખાસ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આ અપડેટમાં કયા ફીચર્સ મળશે…
Apple Intelligence Features: એપલ તેની AI ઈન્ટેલિજન્સ ફીચર પર વધુ સુધારો લાવવાની તૈયારી કરી રહ્યો છે, અને આ અપડેટ એપ્રિલ 2025માં રોલઆઉટ થવાનો અંદાજ છે. ઓક્ટોબર 2024થી Apple ઈન્ટેલિજન્સને અપડેટ કરવામાં આવી રહ્યો છે, અને હવે WWDC 2024 માં કેટલાક મોટા ફીચર્સ રજૂ થવાની આશા છે. આ અપડેટમાં Siriનું ફેરફાર અને નવી ભાષાઓ માટે સપોર્ટ શામેલ હોવાની અપેક્ષા છે.
સેટિંગ્સ બદલવાની જરૂર નથી
હાલમાં, ભારતના iPhone યૂઝર્સને AI ફીચર્સનો ઉપયોગ કરવા માટે તેમની ભાષાને US English અથવા Canadian English માં બદલીને AI ફીચરનો ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ iOS 18.4 સાથે હવે તમારે સેટિંગ્સ બદલવાની જરૂર પડશે નહીં, કેમ કે આ અપડેટ ભારતીય English ને સપોર્ટ કરશે, જેનો અર્થ એ છે કે ભારતીય યૂઝર્સને AI ફીચર્સનો ઉપયોગ કરવા માટે કોઈ ફેરફાર કરવાની જરૂર નહીં.
AI માટે નવા ભાષા સપોર્ટ
આ અપડેટ સાથે Apple Intelligence ઘણી નવી ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે, જેમ કે ચાઇનીઝ, અંગ્રેજી (ભારત), અંગ્રેજી (સિંગાપુર), ફ્રેન્ચ, જર્મન, ઈટાલિયન, જાપાનીઝ, કોરિયન, પોર્ટુગીઝ, સ્પેનીશ, વિયતનામી અને અન્ય ભાષાઓ.
https://twitter.com/igeeksblog/status/1883743859131424944
iOS 18.4માં મળશે આ 3 નવા ફીચર્સ
- નવી Siri ફીચર્સ: આ અપડેટ સાથે Siri વધુ સ્માર્ટ બની જશે. તેમાં પર્સનલ કોન્ટેક્સ્ટ, ઓન-સ્ક્રીન અવેરનેસ અને એપ્ર્સમાં એકશન લેવામાંની સુવિધા સમાવિષ્ટ હોઈ શકે છે.
- નવા ઈમોજી: એપલ iOS અપડેટ સાથે નવા ઇમોજી રજૂ કરી શકે છે. આમાં ફિંગરપ્રિન્ટ, આંખો નીચે બેગવાળો ચહેરો, મૂળ શાકભાજી, પાંદડા વગરનું ઝાડ, સ્પેટુલા અને પાવડો જેવા નવા ઇમોજીનો સમાવેશ થઈ શકે છે.
- સુધારેલ સમાચાર સમરી: Apple એ પોતાનો ન્યૂઝ સમરી ફીચર થોડીવાર માટે બંધ કરી દીધો હતો, પરંતુ iOS 18.4 સાથે આ ફરીથી રજૂ થઈ શકે છે. આ વખતે આને વધુ સચોટ અને ઉપયોગી માહિતી પ્રદાન કરવાની આશા છે.
આ અપડેટ iPhone યૂઝર્સ માટે ઘણા નવા અને સુધારેલા ફીચર્સ લાવશે, જે ઉપયોગકર્તા અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવશે.