Canva New Features: હવે આપશે નવો પ્રોફેશનલ લુક, જાણો તેના શક્તિશાળી ફીચર્સ
Canva New Features: અમેરિકાના લોસ એન્જલસમાં સોફી સ્ટેડિયમ ખાતે આયોજિત કેનવા ક્રિએટ 2025 ઇવેન્ટમાં કેનવા વિઝ્યુઅલ સ્યુટ 2.0 લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રોડક્ટ અપડેટ છે, જેમાં ડિઝાઇન, કોડિંગ, ડેટા એનાલિસિસ અને AI જેવા અનેક ફીચર્સ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. Canvaનું આ નવું વર્ઝન ખાસ કરીને પ્રોફેશનલ્સ અને ક્રિએટર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે.
Canva Visual Suite 2.0 શું છે?
Visual Suite 2.0 એ એક ઓલ-ઇન-વન વર્કસ્પેસ છે, જેમાં યુઝર્સ હવે એક જ જગ્યાએ પ્રેઝેન્ટેશન, ડેટા એનાલિસિસ, વેબસાઇટ ડિઝાઇનિંગ અને ઈમેજ એડિટિંગ જેવા કામ કરી શકશે. હવે જુદાં-જુદાં ટૂલ્સ વચ્ચે સ્વીચ કરવાની જરૂર નથી પડતી.
મુખ્ય ફીચર્સ પર એક નજર
ડેટા વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ
Magic Charts: આપના ડેટાને ઑટોમેટિક સ્કેન કરીને તેને આકર્ષક બાર ચાર્ટ, પાઇ ચાર્ટ અને ઇન્ફોગ્રાફિક્સમાં બદલવા સક્ષમ.
Magic Insights: ડેટામાંથી મહત્વપૂર્ણ માહિતી શોધીને તેને વિઝ્યુઅલ રીતે હાઇલાઇટ કરે છે.
Canva Code
હવે કોઈ પણ કોડિંગ વિના ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ બનાવી શકો છો.
ફક્ત કહો કે શું જોઈએ – કેલ્ક્યુલેટર, ફોર્મ્સ, મેપ્સ જેવી સુવિધાઓ તરત તૈયાર.
આ ફીચર્સ ડિઝાઇનમાં સરળતાથી એમ્બેડ થઈ શકે છે.
Canva AI
વૉઇસ-ઈનેબલ્ડ અસિસ્ટન્ટ દ્વારા હવે બોલીને ડિઝાઇન બનાવો.
Magic Writeની મદદથી સોશિયલ મીડીયા પોસ્ટ, માર્કેટિંગ કોપી અને બ્લોગ કન્ટેન્ટ સરળતાથી જનરેટ કરો.
AI Photo Editor
હવે ફોટાઓને Perfect બનાવવા માટે Canva AI સાથે:
પોઇન્ટ-એન્ડ-ક્લિક વડે ઑબ્જેક્ટ્સ ડિલીટ કરો.
બેકગ્રાઉન્ડ બદલો અથવા લાઈટિંગ સુધારો.
Canvaનો ઓટોમેટિક ફોટો એડિટર ઓનલાઇન મફતમાં ઉપલબ્ધ છે.
નવો પ્રોફેશનલ લુક
Canvaનું આ નવું વર્ઝન હવે સંપૂર્ણ રીતે પ્રોફેશનલ ડિઝાઇનિંગ માટે તૈયાર છે. પછી ભલે તમે વિદ્યાર્થી હો, બિઝનેસ યુઝર કે ક્રિએટર- હવે દરેક કોઈ સરળતાથી હાઈ-ક્વોલિટી વિઝ્યુઅલ્સ અને પ્રેઝેન્ટેશન બનાવી શકે છે.