Instagram New Feature: ઇન્સ્ટાગ્રામ પર આવી રહ્યું છે ‘Dislike’ બટન, જાણો તે કેવી રીતે કરશે કામ!
Instagram New Feature: જો તમે Instagramનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. Instagram ટૂંક સમયમાં કોમેન્ટ્સ સેકશન માટે એક નવું ‘Dislike’ બટન લાવવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક યુઝર્સે આ નવા ફીચરને સ્પોટ કર્યું છે, જેમાં કોમેન્ટ્સની બાજુમાં એક નવું વિકલ્પ જોવા મળ્યું છે. આ ફીચરના યુઝર્સ બતાવી શકશે કે કોઈ કોમેન્ટ તેમને પસંદ નથી આવી અથવા યોગ્ય નથી લાગી.
આ નવું ફીચર કેવી રીતે કામ કરશે?
Instagram ના મુખ્ય અધિકારી એડમ મોસેરી એ Threads પર પોસ્ટ દ્વારા આ ફીચરની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આ ફીચર હાલમાં ટેસ્ટિંગ સ્ટેજમાં છે અને આની કેટલીક ખાસિયતો છે:
- Dislikeની સંખ્યા જાહેર રૂપે દેખાશે નહીં.
- કોઈને ખબર નહીં પડે કે તમે કોમેન્ટને Dislike કર્યું છે.
- આ ફીચર Reels અને Feed Post બંનેના કોમેન્ટ સેકશન માટે ઉપલબ્ધ રહેશે.
- પોસ્ટ કરનાર વ્યક્તિ જોઈ શકે છે કે કેટલાં લોકોએ તેના કોમેન્ટને Dislike કર્યું છે.
- Instagram આ ફીચરને કોમેન્ટ રેન્કિંગ સિસ્ટમમાં જોડીને વધુ Dislike થયેલાં કોમેન્ટ્સને નીચે બતાવી શકે છે.
Instagram શા માટે આ ફીચર લોન્ચ કરી રહ્યું છે?
Instagram નું કહેવું છે કે આ નવા ફીચરનો હેતુ કોમેન્ટ સેકશનની ગુણવત્તા સુધારવો અને યુઝર્સને વધુ સારો અનુભવ આપવા છે. Meta માને છે કે આ ફીચર દ્વારા યુઝર્સ પોતાનો અનુભવ વધુ સારી રીતે મેનેજ કરી શકશે અને નેગેટિવ અથવા બિનજરૂરી કોમેન્ટ્સ ઘટાડવામાં મદદ મળશે.
Reddit જેવી સ્ટ્રેટેજી અપનાવી રહ્યો છે Instagram?
ધ્યાનમાં રાખવું જોઈએ કે Reddit પહેલાથી Upvote અને Downvote સિસ્ટમ ધરાવે છે, જેનાં કારણે કોમેન્ટ્સને મહત્વતા આપવામાં આવે છે અથવા નીચે બતાવવામાં આવે છે. જોકે, Meta એ હજી સુધી કન્ફર્મ કર્યું નથી કે Instagramનું Dislike ફીચર Reddit જેવું અસરકારક હશે કે નહીં.
આ ફીચર ટૂંક સમયમાં તમામ યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકે છે. હવે જોવાની વાત એ રહેશે કે આ બદલાવ Instagram યુઝર્સ માટે કેટલો ઉપયોગી સાબિત થાય છે!