JBL PartyBox Encore 2: પાવરફુલ સાઉન્ડ અને લાંબી બેટરી લાઇફ સાથે લોન્ચ
JBL PartyBox Encore 2: JBLએ પોતાના નવા પાર્ટી સ્પીકર્સ JBL PartyBox Encore 2ને લોન્ચ કર્યા છે. આ પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર્સ 100Wની શક્તિશાળી સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. તેમાં 135mm લૉન્ગ થ્રો સબવૂફર અને 2x 25mm ડોમ ટ્વીટર આપવામાં આવ્યા છે, જે 40Hz થી 20KHz સુધીની ફ્રીક્વન્સી કવર કરે છે. આ સ્પીકર Bluetooth 5.4 કનેક્ટિવિટી અને LE Audio સપોર્ટ સાથે આવે છે. તેમાં Auracast સપોર્ટ પણ છે, જે ઘણા સ્પીકર્સને એકસાથે વાયરલેસ રીતે કનેક્ટ કરવાની સુવિધા આપે છે.
JBL PartyBox Encore 2ની કિંમત
આની લિસ્ટ કિંમત 3,699 યુઆન રાખવામાં આવી છે, પણ લિમિટેડ પ્રી-સેલ ઓફર હેઠળ તેને 3,099 યુઆન (લગભગ 36,500) માં ખરીદી શકાય છે. હાલમાં, આ સ્પીકર ચીનના માર્કેટમાં ઉપલબ્ધ છે અને તે JD.com પરથી ખરીદી શકાય છે.
JBL PartyBox Encore 2ના ફીચર્સ
સાઉન્ડ આઉટપુટ: 100W RMS
ડ્રાઈવર્સ: 135mm લૉન્ગ થ્રો સબવૂફર + 2x 25mm ડોમ ટ્વીટર
ફ્રીક્વન્સી રેન્જ: 40Hz – 20KHz
કનેક્ટિવિટી: Bluetooth 5.4, LE Audio, Auracast
બેટરી: 4722mAh, 15 કલાક પ્લે-ટાઇમ
ચાર્જિંગ ટાઇમ: 3.5 કલાક
ડિઝાઇન: પોર્ટેબલ, 6.4 કિલોગ્રામ વજન, સિલિકોન હેન્ડલ
ડ્યુરેબિલિટી: IPX4 વોટર રેસિસ્ટન્ટ
ઇનપુટ ઓપ્શન: ગિટાર ઇનપુટ, AUX પોર્ટ
JBL PartyBox Encore 2 તેના શક્તિશાળી સાઉન્ડ અને લાંબા બેટરી બેકઅપને કારણે તે પાર્ટી અને મોટા ઇવેન્ટ્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.