JioTag Go: રિલાયન્સનું સ્માર્ટ ટ્રેકિંગ ડિવાઇસ, હવે તમારું સામાન નથી ખોવાઈ શકતું
JioTag Go: શું તમે પણ તમારી ચાવીઓ, વૉલેટ, બેગ અથવા અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ ખૂણામાં રાખી ભૂલી જતાં હો? તો રિલાયન્સ જિયો એ તમારી માટે એક શાનદાર સોલ્યુશન આપ્યું છે JioTag Go. આ નાનું ડિવાઇસ તમારા ખોવાયેલા સામાનને શોધવામાં મદદ કરશે. ચાલો જાણીએ તેના વિશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
JioTag Go શું છે?
JioTag Go એ એક નાનું અને સ્માર્ટ ટ્રેકિંગ ડિવાઇસ છે જે તમારા સામાનને ટ્રેક કરવામાં મદદ કરે છે. આ Google Find My Device નેટવર્ક પર આધારિત ભારતનું પહેલું ટ્રેકિંગ ડિવાઇસ છે. તમે તેને સરળતાથી તમારા રોજિંદા સામાન – જેમ કે ચાવીઓ, બેગ, વૉલેટ, વગેરે સાથે જોડાઈ શકો છો.
JioTag Go કેવી રીતે કામ કરે છે?
– બ્લૂટૂથ અને Google Find My Device નેટવર્ક: JioTag Go એ બ્લૂટૂથ તકનીક અને Google Find My Device નેટવર્કનો ઉપયોગ કરે છે. જો તમારું સામાન ખોવાય છે, તો તે આસપાસના Android ડિવાઇસને પિંગ કરે છે, જેથી તમે તેને ટ્રેક કરી શકો, ભલે તે બ્લૂટૂથ રેન્જથી બહાર હોય.
– મૅપથી લોકેશન ટ્રેકિંગ: તમે Google Find My Device એપ દ્વારા તમારા સામાનની રિયલ-ટાઇમ લોકેશન જોઈ શકો છો. જો સામાન કોઈ જગ્યાએ ખોવાઈ જાય છે, જેમ કે કેફે અથવા એરપોર્ટ, તો આ એપ તમને તેનું લોકેશન આપી શકે છે.
JioTag Goનો ઉપયોગ કેવી રીતે કરવો?
1. Google Find My Device એપ ડાઉનલોડ કરો.
2. JioTag Go ને Find My Device એપ સાથે જોડો.
3. જો તમારો સામાન નજીકમાં હોય, તો “પ્લે સાઉન્ડ” પર ટેપ કરો. JioTag Go 120db સુધીનો બીપ અવાજ કરશે, જે તમારા માટે તમારો સામાન શોધવાનું સરળ બનાવશે.
4. જો સામાન બ્લૂટૂથ રેન્જથી બહાર હોય, તો એપમાં લોકેશન ચેક કરો.
JioTag Go ક્યાંથી ખરીદવું?
– ઓનલાઇન: Amazon, JioMart
– ઓફલાઇન: Reliance Digital અને My Jio Stores
-કિંમત: 1499
JioTag Go હવે Android યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને આ તમારા રોજિંદા સામાનને ટ્રેક કરવાનો એક સરળ અને અસરકારક માર્ગ છે.