Lenovo Legion LM60: પોકેટ Wi-Fi ડિવાઇસ, 12 કલાકની બેટરી લાઇફ સાથે લોન્ચ!
Lenovo Legion LM60: Lenovo એ એક એવું ડિવાઇસ રજૂ કર્યું છે, જે હવે Wi-Fi તમારા ખિસ્સામાં જ હશે! કંપનીએ Legion LM60 Portable Wi-Fi ડિવાઇસ લોન્ચ કર્યું છે, જે યુઝર્સને હંમેશા ઇન્ટરનેટ સાથે જોડાયેલા રહેવાની સુવિધા આપે છે. તેમાં ZTE નું 28nm ચિપસેટ અપાયેલું છે, જે Wi-Fi 6 ટેક્નોલોજી સપોર્ટ કરે છે. જૂના મોડલ્સની તુલનામાં, આ ડિવાઇસ 200% વધુ ઝડપ અને 55% ઓછી વીજ ઊર્જા વાપરે છે.
Legion LM60ની સ્પીડ અને કનેક્ટિવિટી
આ ડિવાઇસ 150Mbps સુધીની ડાઉનલોડ સ્પીડ સપોર્ટ કરે છે અને એકસાથે 10 ડિવાઇસિસ કનેક્ટ કરી શકાય. એટલે કે, લૅપટોપ, સ્માર્ટફોન, સ્માર્ટ TV, ડેસ્કટોપ અને IoT ડિવાઇસિસ જેવા કે સિક્યુરિટી કેમેરા અને સ્માર્ટ લોક પણ જોડાઈ શકે છે.
Legion LM60ની બેટરી લાઇફ
આમાં 3000mAh બેટરી આપવામાં આવી છે, જે 12 કલાક સુધી સતત ચાલે છે. Lenovo નું કહેવું છે કે આ લોંગ-લાઇફ ડિઝાઇન સાથે આવે છે, જેથી ઠંડા વાતાવરણમાં પણ સારો પરફોર્મન્સ આપી શકે.
Legion LM60ની ખાસિયતો
- 3-એન્ટિના ડિઝાઇન – વધુ સારો નેટવર્ક રિસેપ્શન
- 30 મીટર સુધીની રેન્જ – સ્થિર ઇન્ટરનેટ કનેક્શન
- USB Type-C પોર્ટ – ઝડપી ચાર્જિંગ માટે
- વાયર્ડ ઇન્ટરનેટ કનેક્શન માટે પણ ઉપયોગ કરી શકાય
- બિલ્ટ-ઇન સિમ કાર્ડ (હાલમાં ફક્ત ચીન માટે ઉપલબ્ધ)
Lenovo Legion LM60ની કિંમત
Lenovo એ હાલમાં આ ડિવાઇસ ચીનમાં લોન્ચ કર્યું છે, જેની કિંમત 179 યુઆન (~2,100 રૂપિયા) રાખવામાં આવી છે. આ 26 ફેબ્રુઆરીથી ખરીદી માટે ઉપલબ્ધ હશે અને Lenovo ની ઑફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.
તેમ છતાં, ચીન બહાર ઉપયોગ કરવા માટે મર્યાદાઓ હોઈ શકે છે, કારણ કે આ China Unicom અને China Telecom નેટવર્ક પર આધારિત છે.
જો તમે એક પોર્ટેબલ અને હાઇ-સ્પીડ Wi-Fi ડિવાઇસ શોધી રહ્યા છો, તો Lenovo Legion LM60 તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે!