OnePlus Foldable Phone: ખરાબ સમાચાર! આ વર્ષે લોન્ચ નહીં થાય OnePlus નો નવો ફોલ્ડેબલ ફોન
OnePlus Foldable Phone: OnePlus એ અધિકૃત રીતે OnePlus Open 2 ને રદ કરી દીધો છે. કંપનીના જણાવ્યા મુજબ, Oppo Find N5 માં કેમેરા ડાઉનગ્રેડના કારણે, આ વર્ષે કોઈ નવું ફોલ્ડેબલ ફોન લાવવામાં નહીં આવે.
OnePlus Open 2 કેમ રદ કરવામાં આવ્યો?
OnePlus Open 2 ને Oppo Find N5 ના આધારે ડિઝાઇન કરવામાં આવી રહ્યો હતો, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કેમેરા ડાઉનગ્રેડ્સ ને કારણે કંપનીએ તેનો લોન્ચ રદ કરવાનો નિર્ણય લીધો.
કેમેરા વિભાગમાં ફેરફારો
- OnePlus Open માં 48MP અલ્ટ્રા-વાઈડ કેમેરા હતો, જેમાં 1/2-ઇંચ સેન્સર આપવામાં આવ્યું હતું, પણ Find N5 માં તેને માત્ર 8MP કરી દેવાયો છે, જે મોટો ડાઉનગ્રેડ છે.
- OnePlus Open માં 20MP + 32MP નું ડ્યુઅલ સેલ્ફી કેમેરા સેટઅપ હતું, જ્યારે Find N5 માં 8MP + 8MP નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- LYT808 સેન્સર ને LYT700 થી બદલી દેવામાં આવ્યો છે, જે અગાઉની તુલનાએ નબળો છે.
OnePlus ને લાગ્યું કે જો નવું ફોલ્ડેબલ ફોન જૂના મોડેલ કરતાં નબળું થશે, તો તેને લોન્ચ કરવાનો કોઈ અર્થ નથી. આ જ કારણ છે કે કંપનીએ OnePlus Open 2 નું લોન્ચ રદ કર્યું છે.
OnePlus નું સત્તાવાર નિવેદન
OnePlus એ જણાવ્યું કે આ કોઈ “પાછળ હટવાનો” નિર્ણય નથી, પરંતુ નવી ટેકનોલોજી અને ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો એક પ્રયાસ છે. કંપનીએ વચન આપ્યું છે કે ભવિષ્યમાં વધુ સારી ફોલ્ડેબલ ડિવાઈસ રજૂ કરવામાં આવશે.
ભારત અને યુએસના માર્કેટ પર અસર
OnePlus Open 2 ના લૉન્ચ કેન્સલ થવાને કારણે ભારત અને અમેરિકા ના બજારો પર સીધો પ્રભાવ પડશે.
- Oppo Find N5 માત્ર ચીન, દક્ષિણ-પૂર્વ એશિયા અને યુરોપના કેટલાક હિસ્સાઓ માં ઉપલબ્ધ થશે.
- જો કે, આ ભારત અને અમેરિકા માં લોન્ચ કરવામાં આવશે નહીં.
OnePlus ફેન્સને હવે નવા ફોલ્ડેબલ ડિવાઇસ માટે 2026 સુધી રાહ જોવી પડી શકે છે.