Redmi 13x: SIRIM સર્ટિફિકેશનમાં થયો સ્પોટ, ટૂંક સમયમાં થશે લોન્ચ!
Redmi 13x: Xiaomi ટૂંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન Redmi 13x લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં, આ ફોન મલેશિયાના SIRIM પ્રમાણપત્ર ડેટાબેસમાં જોવા મળ્યો છે, જેનાથી તેની ટૂંક સમયમાં રજૂ થવાની શક્યતા વધી ગઈ છે. આ પહેલા જાન્યુઆરીમાં GSMA ટેલિકોમ ડેટાબેસમાં પણ આ ફોન જોવા મળ્યો હતો. ચાલો Redmi 13xના ફીચર્સ, ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સ વિશે વિગતવાર જાણીએ.
Redmi 13xની ખાસિયતો
રસપ્રદ વાતવાત એ છે કે Redmi 13xનો મોડલ નંબર Redmi 13 4G સાથે મળતો આવે છે. SIRIM પ્રમાણપત્ર લિસ્ટિંગમાં બંને સ્માર્ટફોનને એક જ મોડલ નંબર હેઠળ નોંધવામાં આવ્યા છે, જેનાથી સંકેત મળે છે કે આ એક જ ફોનનો રીબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે.
આ પહેલીવાર નથી જ્યારે Xiaomi એ જૂના ડિવાઇસને નવી બ્રાન્ડિંગ સાથે રજૂ કર્યું હોય. અગાઉ પણ, કંપનીએ Redmi Note 11 SEને ભારતમાં લોન્ચ કર્યો હતો, જે હકીકતમાં Redmi Note 10Sનું રીબ્રાન્ડેડ વર્ઝન હતું.
Redmi 13xના સંભવિત સ્પેસિફિકેશન્સ
- ડિસ્પ્લે: 6.79 ઇંચની IPS LCD ડિસ્પ્લે
- રિઝોલ્યુશન: ફુલ HD+ અને 90Hz રિફ્રેશ રેટ
- પ્રોસેસર: મીડિયાટેક હેલિયો G91 અલ્ટ્રા ચિપસેટ
- રીયર કેમેરા: 108MP પ્રાયમરી કેમેરા
- ફ્રન્ટ કેમેરા: 13MP સેલ્ફી કેમેરા
- બેટરી: 5,030mAh બેટરી
- ચાર્જિંગ: 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
હાલમાં, Xiaomi એ Redmi 13xની લૉન્ચ તારીખની ઓફિશિયલ જાહેરાત કરી નથી, પણ SIRIM પ્રમાણપત્ર સૂચવે છે કે આ સ્માર્ટફોન આવતા થોડા અઠવાડિયામાં લોન્ચ થઈ શકે છે. Redmi 13x એક બજેટ-ફ્રેન્ડલી અને સશક્ત પ્રદર્શન આપતો સ્માર્ટફોન હોઈ શકે છે, જે મિડ-રેન્જ સ્માર્ટફોન્સ સાથે સ્પર્ધા કરશે