Redmi Laptop 2025: Redmi Book Pro 16 અને Pro 14 લોન્ચ, 30 કલાકની બેટરી સાથે, જાણો કિંમત અને ફીચર્સ
Redmi Laptop 2025: Xiaomi એ પોતાના સ્થાનિક બજારમાં નવા Redmi Book Pro 14 2025 અને Redmi Book Pro 16 2025 લેપટોપ લોન્ચ કર્યા છે. Redmi Book Pro 16 2025 માં 3.1K રિઝોલ્યૂશનવાળું LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેમાં 165Hz રિફ્રેશ રેટ અને 500 નિટ્સ બ્રાઈટનેસ મળે છે. આ લેપટોપ Intel Ultra 5 225H અને Ultra 7 255H પ્રોસેસર વિકલ્પો સાથે આવે છે. જ્યારે Redmi Book Pro 14 2025 માં 2.8K રિઝોલ્યૂશન ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. ચાલો, જાણીએ તેમની કિંમત અને ખાસ ફીચર્સ.
Redmi Book Pro 16, Redmi Book Pro 14ની કિંમત
- Redmi Book Pro 16 ની પ્રારંભિક કિંમત 6499 યુઆન (આશરે 78,000) છે.
- Redmi Book Pro 14 ની પ્રારંભિક કિંમત 5699 યુઆન (આશરે 68,000) છે.
- કંપનીએ હજુ સુધી ગ્લોબલ લોન્ચ વિશે કોઈ માહિતી આપી નથી.
Redmi Book Pro 16 2025 સ્પેસિફિકેશન્સ
- આ સ્લીક ડિઝાઇન સાથે આવે છે, અને તેની જાડી 15.9mm છે.
- લેપટોપનું વજન 1.88kg છે.
- 3.1K LCD ડિસ્પ્લે, 165Hz રિફ્રેશ રેટ અને 500 નિટ્સ બ્રાઈટનેસ સાથે.
- 100% DCI-P3 કલર કવરેજ સપોર્ટ.
- Intel Ultra 5 225H (14 કોર, 4.9GHz) અને Ultra 7 255H (16 કોર, 5.1GHz) પ્રોસેસર વિકલ્પો.
- 32GB LPDDR5X રેમ અને 1TB PCIe 4.0 SSD સ્ટોરેજ.
- 99Wh બેટરી, જે 30 કલાક સુધી ચાલે છે.
- 140W GaN USB-C ચાર્જર, જે 30 મિનિટમાં 54% ચાર્જ કરી શકે.
- હરિકેન કૂલિંગ સિસ્ટમ સાથે.
Redmi Book Pro 14 2025 સ્પેસિફિકેશન્સ
- 15.9mm જાડાઈ અને 1.45kg વજન.
- 2.8K ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને 500 નિટ્સ બ્રાઈટનેસ.
- 100% sRGB કલર કવરેજ સપોર્ટ.
- Intel Ultra 5 225H (14 કોર, 4.9GHz) અને Ultra 7 255H (16 કોર, 5.1GHz) પ્રોસેસર વિકલ્પો.
- 16GB અથવા 32GB LPDDR5X રેમ અને 1TB સુધી PCIe 4.0 SSD સ્ટોરેજ.
- 80Wh બેટરી, જે 31 કલાક સુધી ચાલે છે.
- 100W GaN ચાર્જર, જે 30 મિનિટમાં 51% ચાર્જ કરી શકે.
Xiaomi એ આ વખતે ઉત્તમ બેટરી બેકઅપ, પાવરફૂલ પ્રોસેસર અને હાઈ-રિઝોલ્યૂશન ડિસ્પ્લે સાથે તેના લેપટોપ્સને અપગ્રેડ કર્યા છે, જેનાથી યૂઝર્સને શાનદાર પ્રદર્શન અને ઉત્તમ વિઝ્યુઅલ અનુભવ મળશે.