Risk of Google Chrome: સરકારે લાખો Google Chrome વપરાશકર્તાઓને ચેતવણી આપીને તરત જ અપડેટ કરવાની સુચના આપી છે
Risk of Google Chrome: આ સમયે Google Chrome ના લાખો યુઝર્સ માટે મોટો ખતરો મંડરી રહ્યો છે. ઇન્ડિયન કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ Google Chrome બ્રાઉઝરમાં અનેક ખામીઓ વિશે ચેતવણી જારી કરી છે, જે યુઝર્સના ડેટા અને સિસ્ટમની સ્થિરતા માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. આ ખામીઓનો ઉપયોગ કરી હેકર્સ તમારા સિસ્ટમ પર કંટ્રોલ મેળવી શકે છે, ખતરનાક કોડ ચલાવી શકે છે અથવા તમારી ડિવાઇસને ક્રેશ પણ કરી શકે છે.
આ ખામી Windows, macOS અને Linux માટે 131.0.6778.139 અને 131.0.6778.108 પહેલાંના Chrome સંસ્કરણોને અસર કરે છે. તેથી જો તમે હજી સુધી તમારું બ્રાઉઝર અપડેટ કર્યું નથી, તો તેને તરત જ અપડેટ કરો.
ખતરો શું છે?
ગૂગલ ક્રોમમાં ગંભીર ખામીઓ જોવા મળી છે, જેમાં V8 એન્જિનમાં “ટાઈપ કન્ફ્યુઝન” અને ટ્રાન્સલેશન ફીચરમાં બગ્સ સામેલ છે. હેકર્સ આ નબળાઈઓનો લાભ લઈ ખતરનાક કોડને દૂરથી ચલાવી શકે છે અથવા ડિનાયલ-ઓફ-સર્વિસ (DoS) હુમલો કરી શકે છે, જેના કારણે તમારી સિસ્ટમ ક્રેશ થઈ શકે છે.
કયા વપરાશકર્તાઓ જોખમમાં છે?
ગૂગલ ક્રોમના જૂના વર્ઝનનો ઉપયોગ કરતા Windows, macOS અને Linux વપરાશકર્તાઓ આ સમયે સૌથી વધુ જોખમમાં છે. 131.0.6778.139 અથવા 131.0.6778.108 કરતાં પહેલાંના વર્ઝનના વપરાશકર્તાઓ સરળતાથી હેકરોનો શિકાર બની શકે છે.