Smart TV Settings: Android TVની સ્પીડ વધારવા માટે 3 હિડન સેટિંગ્સ
Smart TV Settings: જો તમારું સ્માર્ટ ટીવી પણ ધીમું ચાલી રહ્યું છે, વારંવાર લેગ થઈ રહ્યું છે અથવા એપ્સ ખોલવામાં સમય લઈ રહ્યું છે, તો ગભરાશો નહીં. ક્યારેક યોગ્ય સેટિંગ્સના અભાવે ટીવીનું પ્રદર્શન ધીમું પડી જાય છે. પરંતુ અમે તમને આવી 3 છુપાયેલી સેટિંગ્સ વિશે જણાવીશું, જેને બદલ્યા પછી, તમારું ટીવી પહેલા કરતા વધુ ઝડપથી અને સરળ રીતે કામ કરવાનું શરૂ કરશે
ડેવલપર ઓપ્શનને ઓન કરો
આ સેટિંગ્સ બદલવા માટે, પહેલા તમારે તમારા TV માં ડેવલપર ઓપ્શનને ઓન કરવું પડશે. આ માટે:
- TV ની સેટિંગ્સમાં જાઓ.
- “અબાઉટ” સેકશનમાં જાઓ.
- “બિલ્ડ નંબર” પર ઘણા વખત ક્લિક કરો.
- આ પછી તમને “ડેવલપર ઓપ્શન ઓન”નો મેસેજ દેખાશે.
આ 3 હિડન સેટિંગ્સ બદલો
- એનીમેશનને ઓફ કરો
ડેવલપર ઓપ્શન માં જઈને “એનીમેશન” સેટિંગને સિલેક્ટ કરો અને તેને ઓફ કરી દો. આથી તમારું TV ઝડપથી ચાલવા લાગશે. - બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ સેટ કરો
ડેવલપર ઓપ્શન માં જઈને “બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ” પર ક્લિક કરો અને તેને “નો બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ” પર સેટ કરો. - Usages or Diagnostic ને ઓફ કરો
મુખ્ય સેટિંગ્સમાં “Usages or Diagnostic” ઓપ્શન પર જાઓ અને તેને ઓફ કરી દો.
આ ત્રણ સેટિંગ્સ બદલતાં જ તમારો સ્માર્ટ TV પહેલાં કરતાં વધુ ફાસ્ટ અને સ્મૂથ ચાલવા લાગશે. આ સેટિંગ્સ તમારા ફોનની સ્પીડ પણ વધારી શકે છે, ફક્ત તમારે ફોનમાં પણ ડેવલપર ઓપ્શનને ઓન કરીને આ સેટિંગ્સ બદલી હોવી જોઈએ.