Smartphone Settings: 90% લોકો જાણતા નથી સ્માર્ટફોન ચાર્જિંગના આ છુપાયેલા ફીચર વિશે
Smartphone Settings: તમારા સ્માર્ટફોનમાં એક એવી છુપાયેલી સુવિધા છે, જે બેટરીની લાઈફને વધુ સારી બનાવી શકે છે. ગૂગલએ તાજેતરમાં તેની પિક્સેલ સિરિઝના સ્માર્ટફોન માટે બાઈપાસ ચાર્જિંગ નામનું ફીચર રજૂ કર્યું છે. આ ટેકનોલોજી બેટરીના ગરમ થવાના પ્રશ્નને ઉકેલવા અને ફોનની કામગીરી તેમજ લાઈફ સુધારવામાં મદદ કરે છે.
શું છે બાઈપાસ ચાર્જિંગ ફીચર?
આ ફીચર સ્માર્ટફોનને બેટરીની જગ્યાએ સીધા પાવર એડેપ્ટરથી વીજ પુરવઠો મેળવવાની સગવડ આપે છે. આ સુવિધાથી બેટરી ગરમ થવાથી બચી શકે છે, ખાસ કરીને હાઈ-એન્ડ અને ગેમિંગ સ્માર્ટફોનમાં, જ્યાં લાંબા સમય સુધી ગેમ રમવાથી તાપમાન વધવાનો સામનો કરવો પડે છે.
આ ફીચર કેવી રીતે કામ કરે છે?
સામાન્ય ચાર્જિંગમાં વીજળી પહેલા બેટરીમાં જાય છે અને ત્યારબાદ ડિવાઇસના અન્ય ઘટકો સુધી પહોંચે છે. જ્યારે બાઈપાસ ચાર્જિંગમાં પાવર સીધા વોલ એડેપ્ટરથી પ્રોસેસર અને ડિસ્પ્લે સુધી પહોંચે છે.
બ્રાન્ડ અનુસાર ફીચરની ખાસિયતો
– ગૂગલ પિક્સેલ: આ ફીચર ડિવાઇસ 80% ચાર્જ થયા પછી જ ચાલુ કરી શકાય છે.
– સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા: ગેમ રમતી વખતે આ ફીચર ક્યારે પણ એક્ટિવ કરી શકાય છે.
– iQOO 13: આ ફીચરને ડાયરેક્ટ ડ્રાઇવ પાવર નામથી રજૂ કરવામાં આવ્યું છે, જે ગેમિંગ દરમિયાન જ ઉપયોગી છે.
કોને માટે ઉપયોગી છે?
આ સુવિધા ખાસ કરીને તે લોકો માટે છે, જેઓ લાંબા સમય સુધી તેમના ફોન પર વિડિયો ગેમ રમે છે. આ ફીચર ફોનને ગરમ થવાથી બચાવે છે અને સતત ટોચની કામગીરી જાળવવામાં મદદરૂપ થાય છે.
આ ફીચર કેમ મહત્વનું છે?
લાંબા ગેમિંગ સેશન અને સુપર-ફાસ્ટ ચાર્જિંગ દરમિયાન સ્માર્ટફોનમાં ગરમી વધે છે, જે બેટરીના જીવનકાળ પર પ્રભાવ પાડી શકે છે. બાઈપાસ ચાર્જિંગ સીધા પાવર સપ્લાય કરી બેટરીને સુરક્ષિત રાખે છે, જેના કારણે ફોનની લાઈફ લાંબી બને છે.
નોંધ
સેમસંગ, ગૂગલ, આસુસ, iQOO અને સોનીના કેટલાક હાઈ-એન્ડ મોડલ્સમાં આ સુવિધા ઉપલબ્ધ છે. ગેમિંગ અને હાઈ-પરફોર્મન્સ માટે આ સુવિધા ખૂબ ઉપયોગી છે.