Teclast M50 Plus: બજેટ ફ્રેન્ડલી ટેબલેટ 6GB રેમ અને 7000mAh બેટરી સાથે લોન્ચ
Teclast M50 Plus: Teclast એ તેનું નવું બજેટ ટેબલેટ M50 Plus લોન્ચ કર્યું છે. આ કંપનીની M50 સિરીઝનું લેટેસ્ટ એન્ડ્રોઇડ ટેબલેટ છે. તે પહેલાં આ શ્રેણીમાં M50, M50 Pro અને M50 Mini લોન્ચ કરવામાં આવ્યા હતા. આ નવું ટેબલેટ 10.1 ઇંચ ફુલ HD ડિસ્પ્લે અને 7000mAh બેટરી સાથે આવે છે. તેમાં 4G કનેક્ટિવિટી નો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આવો, જાણીએ એની કિંમત અને ફીચર્સ વિશે.
Teclast M50 Plusની કિંમત
Teclast M50 Plus ચીનના બજારમાં 629 યુઆન (લગભગ 7,500 રૂપિયા) ની કિંમત સાથે લોન્ચ થયું છે. તે કંપનીની અધિકૃત વેબસાઈટ પરથી ખરીદી શકાય છે.
Teclast M50 Plusના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
- ડિસ્પ્લે: 10.1 ઇંચ લેમિનેટેડ IPS ડિસ્પ્લે (1920×1200 પિક્સલ રેઝોલ્યૂશન)
- બ્રાઈટનેસ: 350 નિટ્સ
- આઈ પ્રોટેક્શન: TÜV Rheinland સર્ટિફાઈડ બ્લૂ લાઇટ પ્રોટેક્શન
- પ્રોસેસર: MediaTek Helio G85 ચિપસેટ
- GPU: Mali-G52 MC2
- રેમ: 6GB (વર્ચ્યુઅલી 10GB સુધી વધારી શકાય છે)
- સ્ટોરેજ: 128GB EMMC ઇન્ટરનલ સ્ટોરેજ
- ઓપરેટિંગ સિસ્ટમ: Android 14
- કેમેરા:
- રીયર કેમેરા: 13MP
- ફ્રન્ટ કેમેરા: 8MP
- બેટરી: 7000mAh (USB Type-C ચાર્જિંગ સપોર્ટ)
- અન્ય ફીચર્સ:
- 3.5mm હેડફોન જેક
- ડ્યુઅલ મોડ 4G, WiFi 5GHz, Bluetooth 5.0
- એન્હાન્સ્ડ ટાસ્કબાર અને પેરલલ વ્યુ
- એડવાન્સ પેરેન્ટલ કંટ્રોલ ફીચર
- મલ્ટીપલ સેન્સર્સ સપોર્ટ
આ બજેટ ટેબલેટ મલ્ટીમીડિયા, બ્રાઉઝિંગ અને બેઝિક ગેમિંગ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.