Vivo Y29s 5G: 50MP કેમેરા, Dimensity 6300 અને 5500mAh બેટરી સાથે Vivo Y29s 5G લોન્ચ
Vivo Y29s 5G: Vivo એ પોતાની Y29 સિરીઝમાં નવો સ્માર્ટફોન Vivo Y29s 5G લોન્ચ કર્યો છે. આ સિરીઝમાં પહેલેથી જ Vivo Y29 (4G) અને Vivo Y29 (5G) શામેલ છે. હાલમાં, આ સ્માર્ટફોન Vivoની ગ્લોબલ વેબસાઇટ પર તેની વિશેષતાઓ અને સ્પેસિફિકેશન્સ સાથે લિસ્ટ થયો છે, પરંતુ તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ચાલો આ સ્માર્ટફોનની વિશેષતાઓ અને વિશિષ્ટતાઓ વિશે વિગતવાર જાણીએ.\
Vivo Y29s 5Gની કિંમત
Vivo Y29s 5G ની કિંમત હજી જાહેર કરાઈ નથી. આ સ્માર્ટફોન 8GB+256GB સ્ટોરેજ વેરિયન્ટ માં ઉપલબ્ધ હશે. રંગ વિકલ્પોની વાત કરીએ તો તેને ટાઇટેનિયમ ગોલ્ડ અને જેડ ગ્રીન કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.
Vivo Y29s 5G ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
ડિસ્પ્લે:
- 6.74 ઇંચની LCD વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે
- 1600 x 720 પિક્સલ રિઝોલ્યુશન
- 90Hz રિફ્રેશ રેટ
- 570 નિટ્સ પીક બ્રાઇટનેસ
પ્રોસેસર અને સ્ટોરેજ:
- MediaTek Dimensity 6300 ચિપસેટ, જે 6nm પ્રોસેસ પર આધારિત છે
- 8GB LPDDR4X RAM અને 256GB eMMC 5.1 સ્ટોરેજ
- 2TB સુધી માઇક્રો SD કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય
બેટરી અને ચાર્જિંગ:
- 5500mAh બેટરી
- 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
ઓપરેટિંગ સિસ્ટમ:
- Android 15 આધારિત Funtouch OS 15
કેમેરા સેટઅપ:
- રીયર કેમેરા:
- 50MP પ્રાઇમરી કેમેરા
- 0.08MP ઓક્સિલરી કેમેરા
- ફ્રન્ટ કેમેરા:
- 5MP સેલ્ફી કેમેરા
સિક્યોરિટી અને કનેક્ટિવિટી:
- સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર
- વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.4, USB ટાઈપ-C, GPS, NFC (કેટલાક વિસ્તારોમાં)
ડ્યુરેબિલિટી:
- IP64 રેટિંગ (ધૂળ અને પાણીથી સુરક્ષા)
- SGS અને મિલિટરી ગ્રેડ શોક રેસિસ્ટન્સ
ડાઈમેન્શન અને વજન:
- 167.30 મીમી લંબાઈ
- 76.95 મીમી પહોળાઈ
- 8.19 મીમી જાડાઈ
- 199 ગ્રામ વજન
Vivo Y29s 5G એક શક્તિશાળી ફીચર્સ સાથે લોડેડ સ્માર્ટફોન છે, જે ટૂંક સમયમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે. જો તમે 5G કનેક્ટિવિટી અને અને લાંબી બેટરી બેકઅપ ધરાવતો સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે.