WhatsApp Chat Theme: દરેક ચેટ માટે સેટ કરો અલગ થીમ, જાણો કેવી રીતે?
WhatsApp Chat Theme: WhatsAppએ તાજેતરમાં એક નવું ચેટ થીમ ફીચર લોન્ચ કર્યું છે, જેનાથી યુઝર્સ હવે પોતાની પસંદગીને અનુલક્ષીને દરેક ચેટ માટે અલગ-અલગ થીમ અને કલર કસ્ટમાઇઝ કરી શકશે. અત્યાર સુધી WhatsApp માં માત્ર ડાર્ક અને લાઇટ મોડ નો વિકલ્પ હતો, પરંતુ નવા અપડેટ પછી ચેટ બેકગ્રાઉન્ડ અને બબલ કલર પણ બદલી શકાશે. આ ફીચર કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જાણો.
WhatsApp ચેટ થીમ ફીચર શું છે?
આ ફીચરથી યુઝર્સ તેમના ચેટ સ્ક્રીનનો કલર અને થીમ બદલી શકશે. તમે પ્રીસેટ થીમ્સમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો અથવા તમારી પસંદ મુજબ કસ્ટમ થીમ સેટ કરી શકો છો.
WhatsApp ચેટ થીમ કેવી રીતે ઉપયોગ કરવો?
- WhatsApp ખોલો અને જમણા ખૂણામાંઆપેલા ત્રણ ડોટ્સ પર ટૅપ કરો.
- Settings પર જાઓ અને Chats ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં તમને “Default Chat Theme” નો ઓપ્શન મળશે, આ પર ટૅપ કરો.
- હવે તમે થીમ, ચેટ કલર અને વોલપેપર બદલી શકો છો.
- ફાઈનલ કરવા પહેલા WhatsApp તમને પ્રિવ્યૂ બતાવશે, જેથી તમે તમારી પસંદગી મુજબ યોગ્ય થીમ પસંદ કરી શકો.
WhatsApp ના નવા અપડેટમાં વધુ શું મળશે?
WhatsApp ટૂંક સમયમાં AI ટૂલ્સ અને થર્ડ-પાર્ટી એપ્સને સપોર્ટ કરનારા નવા ટૅબ ઉમેરવાની યોજના ધરાવે છે. આથી યુઝર્સને નવા ફીચર્સને સરળતાથી ઍક્સેસ કરવો સરળ બનશે.
હવે WhatsApp યુઝર્સ તેમના ચેટને તમારા શૈલી મુજબ કસ્ટમાઇઝ કરી શકશે, જેનાથી ચેટિંગનો અનુભવ વધુ મનોરંજનકારક બની જશે!