સુરતમાંથી ફરી દીક્ષા મુદ્દે દોડધામ: 7 વર્ષની દીકરીની દીક્ષા અટકાવવા પિતાની કોર્ટમાં અરજી

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

સુરત: 7 વર્ષની દીકરીની દીક્ષા રોકવા પિતાની ફેમિલી કોર્ટમાં અરજી

સુરતમાં ફરી એક વખત નાબાલિક દીકરીની દીક્ષા મુદ્દે કુટુંબ કોર્ટનો દ્વાર ખખડાયો છે.
એક પિતાએ પોતાની 7 વર્ષીય દીકરીની દીક્ષા રોકાવવા માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી છે.

  • પતિ–પત્ની વચ્ચે ચાલી રહેલા ઘરકંકાસને કારણે બંને અલગ રહે છે.
  • દીકરી અત્યાર સુધી માતા સાથે પિયરમાં રહેતી હતી.
  • પિતાનો આક્ષેપ છે કે તેમની જાણ વગર માતાએ દીકરીની દીક્ષા મુંબઈમાં નક્કી કરી દીધી છે.

8 ફેબ્રુઆરી 2026 — મુંબઈમાં દીક્ષા આયોજન

- Advertisement -

માહિતી મુજબ,
આવનાર 8 ફેબ્રુઆરી 2026 ના રોજ મુંબઈમાં 63 દીક્ષાર્થીઓ દીક્ષા લેશે.
જેમાંથી સૌથી નાની દીક્ષાર્થી તરીકે સુરતની 7 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.

પિતાનો વાંધો શું?

પિતા કહે છે કે દીકરીને વકીલ અથવા ડૉક્ટર તરીકે મોટા ભવિષ્ય તરફ આગળ ધપાવવી છે.
દીક્ષા લઈ લેતાં તે જીવનભર માટે સંસારિક જીવન છોડી દેશે, તેથી નાબાલિક વયમાં દીક્ષા યોગ્ય નથી તેમ પિતાનું કહેવું છે.

- Advertisement -

કાયદેસર સ્થિતિ

નિયમ અનુસાર—
બંને વાલીની સંમતિ હોય ત્યારે જ નાબાલિક દીક્ષા લઈ શકે.
એક વાલીનો વિરોધ હોય તો દીક્ષાની પ્રક્રિયા અમલમાં આવી શકતી નથી.

અરજીને લઈને કોર્ટ દ્વારા આવતા 22 ડિસેમ્બરે વધુ સુનાવણી રાખવામાં આવી છે.

બાઈટ — સ્વાતિ મહેતા (અરજદારના વકીલ)

- Advertisement -
  • “આ કેસમાં બાળકીને દીક્ષા અપાવવાનો નિર્ણય એકતરફી રીતે માતા દ્વારા લેવામાં આવ્યો છે.
  • નિયમ મુજબ નાબાલિક દીક્ષા માટે બંને વાલીની સંમતિ ફરજિયાત છે.
  • પિતા પોતાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં માને છે અને તેના શિક્ષણને પ્રાથમિકતા આપે છે.
  • અમે કોર્ટ સમક્ષ વિનંતી કરી છે કે બાળકીને નાબાલિક વયે અધૂરી સમજ પર આધારિત નિર્ણય લેવામાંથી બચાવવામાં આવે.”
Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.