ધરમપુરનું ‘પાપ’ પાથરીના માથે..? ગેરકાયદે કચરો ઠલવાતા રોગચાળાની ભીતિ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

સુરતની એજન્સીનો અંધેર વહીવટ વલસાડ આરોગ્ય વિભાગ ‘ઘોર નિદ્રા’માં અને GPCBની ભૂમિકા સામે સવાલો

ધરમપુર શહેરની ગંદકી સાફ કરવાના નામે પાડોશી તાલુકાના નિર્દોષ ગામડાઓને ‘ડમ્પિંગ સાઈટ’ બનાવી દેવાના પાપનો પર્દાફાશ થયો છે. વલસાડ તાલુકાના પાથરી ગામે કોઈપણ જાતની કાયદેસરની પરવાનગી વિના ધરમપુર નગરપાલિકાનો કચરો ઠાલવવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. શહેરનો કચરો ગામડાના માથે મારીને ગ્રામજનોના જીવ જોખમમાં મૂકતી આ પ્રવૃત્તિ સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે

screenshot2.png

- Advertisement -

​સુરતની એજન્સીની દાદાગીરી અને COની ‘નોટિસ’

ધરમપુર નગરપાલિકાના કચરા નિકાલનો કોન્ટ્રાક્ટ ધરાવતી સુરતની એજન્સી દ્વારા નિયમોને નેવે મૂકીને પાથરી ગામમાં કચરો ઠલવાયો છે. જોકે, હોબાળો થતા ધરમપુર ચીફ ઓફિસર (CO) ઇટાલિયાએ એજન્સીને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ જનતામાં ચર્ચાતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું પાલિકા માત્ર ‘કાગળ પર નોટિસ’ પાઠવીને સંતોષ માણી લેશે કે પછી કોઈ દાખલારૂપ દંડનીય કાર્યવાહી કરશે..? શું આ નોટિસ માત્ર લોકોનો રોષ શાંત કરવા માટેનું ‘લોલીપોપ’ છે..? પાલિકાની દેખરેખ હેઠળ કામ કરતી એજન્સી આટલી મોટી ભૂલ કરે અને તંત્રને ગંધ સુધ્ધાં ન આવે, તે વાત ગળે ઉતરે તેવી નથી

​આરોગ્ય વિભાગ ‘કુંભકર્ણ’ની નિદ્રામાં..?

એક તરફ પાથરી ગામમાં કચરાના ઢગલાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે, ત્યારે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ જાણે ‘ઘોર નિદ્રા’માં પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શું આરોગ્ય અધિકારીઓ કોઈ માસૂમ ગ્રામજનનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યા છે? અત્યાર સુધી આ સ્થળની મુલાકાત લઈ કોઈ પગલાં કેમ લેવાયા નથી..? તે એક યક્ષ પ્રશ્ન છે

- Advertisement -

WhatsApp Image 2025 12 16 at 2.40.18 PM.jpeg

​GPCBની તટસ્થતા કસોટીની એરણ પર

પર્યાવરણની રક્ષા માટે બનેલું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) આ ગંભીર કૃત્ય સામે શું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. શું GPCBના અધિકારીઓ સ્થળ તપાસ કરી, પાણી અને જમીનને નુકસાન પહોંચાડનાર તત્વો સામે લાલ આંખ કરશે..? કે પછી ‘તારી પણ ચૂપ અને મારી પણ ચૂપ’ની નીતિ અપનાવી ભીનું સંકેલી લેવાશે..? તે જોવું હવે રસપ્રદ બની રહેશે.​જો તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે ડમ્પિંગ બંધ કરી, કસૂરવાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં નહીં લેવાય, તો આવનારા સમયમાં આ મુદ્દો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતા છે

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.