વલસાડ ખાણ-ખનીજ કચેરી સીલ? કલેક્ટરની સિંઘમ રેડ બાદ કર્મચારી મંડળોમાં ફફડાટ અને જૂનો વિવાદ તાજો

2 Min Read

રાત્રે પત્રકારો ગયા ને પછી ખરો ખેલ થયો! વલસાડ ખાણ ખનીજ ઓફિસ સીલ થયા બાદ પાછળથી શું થયું?

“અરે હું કે’તો સાહેબ… ગઈ કાલે વલહાડમાં જે થયું ને, તે જોઈને તો મારા હોશ જ ઉડી ગયા! આપણા કલેક્ટર સાહેબ તો એકદમ ગરમ-ગરમ મરચા જેવા થઈ ગયેલા. ખાણ ખનીજની ઓફિસમાં જઈને સાયબે તો એવો મોરચો માંડ્યો કે બધ્ધા કર્મચારીઓ ગભરાઈને બાર બેહી રેલા!

ગામમાં તો એવી વાતો પસરી ગઈ છે કે ઓફિસના માણસો બીજાનું લોગીન આઈડી વાપરતા હતા. હવે આ લોગો વળી કેવી રીતે વપરાય? એ તો આપણને ભણેલા-ગણેલા લોકોને જ ખબર પડે, આપણને તો કઈ ની હમજ પડે મળે! પણ સાહેબને ખબર પડી ગઈ એટલે સાહેબને તો ઓફિસ જ બંધ કરાવી દીધી! એટલું જ નહિ, ચર્ચા તો એવી પણ છે કે સાહેબ એટલા ગુસ્સામાં હતા કે અંદર કોઈ પેપર પણ ફાડ્યા!

- Advertisement -

WhatsApp Image 2026 07 16 at 2.48.27 PM.jpeg

હવે આપણા પત્રકાર પોયરાઓને ખબર પડી એટલે બધ્ધા કેમેરા ને માઈક લઈને દોઈડા. સાહેબ પણ બહાર આઇવા ને બધ્ધાને કડક અવાજમાં ઇન્ટરવ્યુ આઇપુ. પત્રકારો તો ઇન્ટરવ્યુ લઈને તાંથી નીકળી ગયા, પણ ખરો ખેલ તો એના પછી થયો એવું સંભળાય છે! લોકો કે’ છે કે પત્રકારોના ગયા પછી ઓફિસ પાછી ખોલવામાં આવી ને પેલી ફાટેલી ફાઈલો બધી બાર કાઢવામાં આવી. હવે આમાં કેટલું સાચું ને કેટલું ખોટું, એ તો રામ જાણે!

- Advertisement -

પણ ભાઈ, સાહેબ તો એકદમ સિંઘમ સ્ટાઇલમાં જ હોય છે. કર્મચારીઓને એવા ખખડાવે ને, કે કર્મચારી મંડળમાં અત્યારે ફફડાટ પેસી ગયો છે. બધ્ધા ભેગા થઈને ચર્ચા કરવા માંડ્યા છે. અગાઉ પણ ગાંધીનગરના કર્મચારી મંડળોએ સાહેબ વિરુદ્ધ આવેદન પત્ર આપેલા જને!

WhatsApp Image 2026 07 16 at 2.48.30 PM.jpeg

“અરે હું કે’તો સાહેબ… આ ગઈ કાલનો ખાણ-ખનીજ વાળો ભડાકો તો ઠીક, પણ મને પેલી મે મહિનાની વાત યાદ આવી ગઈ! ઓલા પેલી ગરમી પડતી તી ને, ત્યારે જ ગાંધીનગરના કર્મચારી મંડળવાળા એકદમ ગરમ થઈ ગયેલા. એ લોકોએ તો સાયબ વિરુદ્ધ મોટું આવેદન પત્ર પણ આપેલું!

- Advertisement -

કર્મચારીઓ બધ્ધા એવું કે’તા તા કે સાહેબ અમને બહુ હેરાન કરે છે, ને ઓફિસમાં અસભ્ય ભાષા વાપરે છે. એટલે કે પેલી ગાળો-બાળો દેતા હશે કે હું? આપણને હું ખબર! પણ બાબુડા, કર્મચારીઓ તો તયારથી જ સાહેબથી ત્રાહિમામ પોકારી ગેલા જ!

Share This Article