કોરોના સંકટના કારણે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ ન માત્ર રસોઈ બનાવવાનો તેમનો શોખ પૂરો કરી રહ્યા છે, પરંતુ રેડી-ટૂ-કૂક ફૂડ બનાવીને ઘરે જ બહાર જેવા ફૂડનો આનંદ લઈ રહ્યા છે. તેના કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રેડી-ટૂ-કૂક અને રેડી-ટૂ ઈટ ફૂ઼ડ પ્રોડક્ટસના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉના ક્વાર્ટર કરતાં ફ્રેશ પેકેજ્ડ ફૂડની એક બ્રાન્ડના પરાઠાના વેચાણમાં 60 ટકાનો વધારો થયો છે. તેમજ મીટ પ્રોડક્ટ્સ અને સીફૂડની એક બ્રાન્ડના રેડી-ટૂ-ઈટ મીટના વેચાણમાં 300% વધુનો વધારો થયો છે. રેડી-ટૂ-ઈટ કબાબ, મેરિનેટેડ મીટ અને સીફૂડના વેચાણમાં બમણો વધારો થયો છે. રેડસીર કન્સલ્ટિંગ એન્ડ રિસર્ચના જણાવ્યા અનુસાર, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘરે ખાવાનું બનાવવાના ઉપભોક્તા ખર્ચમાં 61%નો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ કોરોના સંક્રમણ વધવાને કારણે ઘરની બહાર ફૂડની ઓછી ઉપલબ્ધતા છે. રેડી-ટૂ-હીટ સેગમેન્ટમાં ઈડલીનું ખીરું અને પનીરના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આઈડી ફ્રેશના કો-ફાઉન્ડર પીસી મુસ્તફાના જણાવ્યા પ્રમાણે, બિગબાસ્કેટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ કરતા અમારો વેપાર બમણો થઈ ગયો છે. ગ્રોફર્સના કો-ફાઉન્ડ સૌરભ કુમારના જણાવ્યા પ્રમાણે, તેમના ઓનલાઈન પ્લેટફોર્મ પર રેડી-ટૂ-કૂક અને રેડી-ટૂ-ઈટ વસ્તુઓનું વેચાણ 1.7 ગણું વધ્યું છે.
Saturday, April 27