જો તમે ખાવાપીવાના શોખિન છો પરંતુ ફાસ્ટફૂડ ખાવાથી ડરો છો.તમને ફાસ્ટફૂડ ખાવાથી થતા નુકસાનથી ડરો છો તો હવે તમારે બહુ વિચાર કરવાની જરૂર નથી.જો તમે રેગ્યુલર ફાસ્ટફૂડ ખાવા ઇચ્છો છો તો તમારા માટે પણ છે ખાસ વિકલ્પ ઉપલબ્ધ છે.તમે ફાસ્ટફૂડને મોડીફાઈ કરી શકો છો ફાસ્ટફૂડને પણ હેલ્ધી બનાવી શકો છો. ફાસ્ટફૂડમાં નાખવામાં અાવતી ચીઝો અને ખાસ તો તેને બનાવવાની પદ્ધતિ શરીરને ખુબજ નુકસાન કરે છે. પણ તમે તેમા થોડાઘણા ફેરફાર કરી ફાસ્ટફૂડની મજા માણી શકો છો. અા ટેસ્ટમાં પણ સારુ લાગશે અને તબિયત પર પણ તેની કોઇ અાડ અસર નહી થાય.
હેલ્થનુ વિચારનારા બર્ગર ખાતા ડરે છે. તો કેટલાકને તો મજબુરીમા બર્ગર છોડવુ પડે છે. બર્ગરમાં કાર્બોહાઇડ્રેડ વિપુલ પ્રમાણમાં હોય છે. અા સિવાય તેમા સ્ટાર્ચનું પ્રમાણ પણ હોય છે.જે શરીરને નુકસાન કરે છે તમે બર્ગરના ફિલિંગમાં પનીર, ટોફુ, મગફળી તેમજ પ્રોટીનયુક્ત ચીઝોનો ઉપયોગ કરી શકો છો.
જો તમને વારંવાર ભૂખ લાગતી હોય અને તમે નાસ્તો કરવાના શોખીન છો તો તમે માર્કેટમાં મળતા વધારે પડતા તળેલા નાસ્તાની જગ્યાએ ઘરે બનાવેલો નાસ્તો લઈ શકો છો.અા સિવાય તમે શેકેલા નાસ્તાનો વધુ ઉપયોગ કરોતો તમે ફાસ્ટફૂડની મજા માણી શકશો અે પણ કોઈ ખચકાટવીના.