ગાંધીનગર – ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન લંબાવાયું છે અને હજી ત્રીજો તબક્કો આવવાની સંભાવના છે ત્યારે રિટેલર્સ, કન્ઝ્યુમર કંપનીઓ, રેસ્ટોરન્ટ્સ અને મોલના સંચાલકોએ સોશિયલ મીડિયા પર ઓનલાઇન કૂકિંગ ક્લાસિસ શરૂ કર્યા છે. મધ્યમ વર્ગ અત્યારે નવી વાનગીઓ પર હાથ અજમાવી રહ્યો છે અને ઘરે ઘરે નવી જાતની રસોઇ બની રહી છે તેને ધ્યાને લઇને આ એકમોએ દિશા બદલી છે.
રેસ્ટોરન્ટ ચેઇન જેમી ઓલિવરના CEO જેસ્પર રીડ અને વેન્ડીઝ દર્શકોને દર શુક્રવારે તેમના જ ઘરના રસોડામાંથી ક્લાસિક સ્પેગેટી કારબોનારા, કેસર સેલડ અને અન્ય ભારતીય વાનગીઓ બનાવવાનું શિખવાડે છે. રિલાયન્સ ફ્રેશે શેફ અમ્રિતા રાયચંદ સાથે સિરીઝ ‘લાઇવ લોકડાઉન કૂકિંગ શોઝ’ લોન્ચ કરી છે. કંપની તેના ફેસબૂક પેજ પર આ સિરીઝ દર્શાવી રહી છે. ઉપરાંત, પસંદગીના સિટીવોક મોલે બેકર રત્ના સલુજા સાથે ફેસબૂક લાઇવ કૂકિંગ ક્લાસનું આયોજન કર્યું છે.
જેમીઝ ઓલિવરના રીડ ફેસબૂક પર કૂકિંગ ક્લાસિસના ત્રણ એપિસોડ કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મને કૂકિંગ ગમે છે, પણ ક્યારેય તેના માટે સમય મળ્યો નથી. તેમનો આગામી ક્લાસ શુક્રવારે છે. રીડ જેવા એક્ઝિક્યુટિવ્સ પાસે હવે સમય છે અને કંપનીઓ માટે આવી ઓનલાઇન પ્રવૃત્તિ કરવાનાં કારણો પણ છે. ઇટરીઝથી માંડી મોલ્સ સુધી બધું બંધ છે ત્યારે FMCG કંપનીઓ, રેસ્ટોરન્ટ્સ અને રિટેલર્સ બ્રાન્ડ્સને જીવંત રાખવા ઓનલાઇન અને સોશિયલ મીડિયા પર નિર્ભર છે. કંપનીઓ તેમના માટે આ પ્રકારના શો નો સહારો લઈ રહી છે.
ગુજરાતની જાણીતી બ્રાન્ડ અમૂલે ફેસબૂક પેજ પર લાઇવ કૂકિંગ શોની શરૂઆત કરી છે. જેમાં સાદી ઘરગથ્થુ રેસિપી શીખવવામાં આવે છે. અમૂલના એમડી આર એસ સોઢીએ જણાવ્યું હતું કે, “પરિવારો દિવસ દરમિયાન રસોઈની જવાબદારી વહેંચી રહ્યા છે. તદ્દ ઉપરાંત, તે સોશિયલ મીડિયા પર ગૌરવ સાથે વિવિધ વાનગીઓ અને રેસિપી પોસ્ટ કરે છે. એટલે અમારા ગ્રાહકો જે બાબતો પર ઘણો સમય વિતાવે છે તેમાં અમે તેમની સાથે સીધો સંપર્ક બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.” તેમણે જણાવ્યું હતું કે, “લોકડાઉન પછી બટર, ચીઝ અને ઘી જેવી પ્રોડક્ટ્સના વેચાણમાં મોટો ઉછાળો નોંધાયો છે. કારણ કે મોટા ભાગની વાનગીઓમાં તેમની જરૂર પડે જ છે.”
એપ્રિલ મહિનામાં રિલાયન્સ ફ્રેશે પાંચ એપિસોડ દર્શાવ્યા છે. જેમાં શેફ રાયચંદે ગૃહિણીઓ, પ્રોફેશનલ કૂકિંગ નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ સાથે લાઇવ વાતચીત કરી હતી. ઉપરાંત, તેમણે વેજી ફ્રેન્કી રોલ્સ, બરિતો બોલ્સ, પનીર ભુરજી, કેરટ મફિન્સ તેમજ પેર એન્ડ પીનટ બટર મિલ્કશેક, વોટર લેમનેડ જેવા પીણાં બનાવતાં પણ શીખવ્યું હતું. ઘણી વાનગીઓ બચેલા ફૂડમાંથી બનાવાઈ હતી. અમદાવાદની જાણીતી હોટલો પર ઓનલાઇન વાનગીઓ બનાવતાં શિખવે છે.