દહીં જમાવવાની સૌથી જૂની રીત એ છે કે, સૌ પ્રથમ દૂધને ઉકાળો અને ઠંડુ થવાદો જ્યારે દૂધ થોડુ ગરમ ઓછુ થાય ત્યારે તેમાં દહીંનુ જામણ નાખો અને સારી રીતે મિક્ષ કરો. તમે ઇચ્છો તો બે વાસણોમાં દૂધને સારી રીતે ઉલટ-પલટ કરીને પણ મેળવી શકો છો. ત્યારબાદ તેને ઢાંકીને 3-4 કલાક જામવા માટે મૂકી દો. જો કો દહીં જામી ગયા પછી તેને એક કલાક માટે ફ્રિજમાં મુકી દો જેનાથી તે થોડુ સખત થઇ જાય.
જે તમે દહીંને જલ્દી જમાવવા માંગતા હોવ તો એ માટે માઇક્રોવેવ કે ઓવનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. દૂધ થોડુુ ગરમ ઓછુ થાય પછી તેમાં દહીંનું મેલવણ નાખીને માઇક્રોવેવને 180 ડિગ્રી પર બે મિનિટ માટે પ્રી હીટ કરીને સ્વિચ બંધ કરી દો. આમ કરવાથી તમને બહાર જેવું દહીં માત્ર 3 કલાકમાં મળી જશે.
ઘરે દહીં જમાવતો આ વાતોનુંં રાખો ધ્યાનઃ
– ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરવો
– જે વાસણમાં દુધ ઉકાળો તેમા જ દહીં ન જમાવો
– ખૂબ જ ગરમ દૂધમાં દહી મિક્ષ કરીને દહીંને ન જમાવો તેનાથી દહીં પાણી છોડી દે છે.
– દહીં જમાવતી વખતે દૂધ ખુબ જ વધુ ગરમ કે એકદમ ઠંડુ ન હોવુ જોઇએ.