રાજ્ય માં કાતિલ ઠંડી પડતા લોકો ઠુઠવાયા છે અને આગામી યલો એલર્ટ જાહેર
રાજ્ય માં ઠંડી નું પ્રમાણ વઘ્યું છે અને પારો ગગડતા લોકો ઠુઠવાયા છે. અમદાવાદ સહિત રાજ્યના ૯ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધવા સાથે ૬.૮ ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં ૭ અને અમદાવાદમાં ૯.૧ ,વડોદરા અને જૂનાગઢ 9.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.
રાજ્ય માં.નલિયા ૬.૮,ગાંધીનગર ૭.૦,અમદાવાદ ૯.૧,અમરેલી ૯.૨,વડોદરા ૯.૨,જુનાગઢ ૯.૨,ડીસા ૯.૮,પાટણ ૯.૮,પોરબંદર ૯.૮,
ભાવનગર ૧૧.૬,ભૂજ ૧૨.૨,
કંડલા ૧૨.૯,રાજકોટ ૧૨.૪ અને
સુરત ૧૫.૬ તાપમાન નોંધાયું છે.
રાજ્ય માં માવઠું થયા બાદ ઠંડી નો પારો સતત ગગડી રહ્યો છે અને હાડ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે ત્યારે હજુપણ કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.