Apple છેવટે પોતાની હાઇસ્પીડ ઇવેન્ટની શરૂઆત કરી દીધી છે જેમાં કંપની પોતાના લેટેસ્ટ આઇફોન-12 સીરિઝનું લોન્ચિંગ કરવાની છે. આ સીરિઝ હેઠળ ચાર નવા આઇફોન લોન્ચ થવાના છે. નવા આઇફોન્સમાં હાઇ પર્ફોર્મન્સની માટે A14 ચિપસેટ અને અપગ્રેડેડ કેમેરા મળશે. કિંમતની વાત કરીયે તો આઇફોન-12 સીરિઝની આરંભિક કિંમત 699 ડોલરથી 1099 ડોલર (પ્રો મોડલ) હોઇ શકે છે.
Apple iPhone 12 લોન્ચ ઇન્વેન્ટ લાઇવ અપડેટ્સ
iPhone 12માં મળી શકે છે આ ફિચર્સ
એપલે પોતાના iPhone 12ને 6.1 ઇંચની OLED ડિસ્પ્લે, ડ્યુઅલ રિયર કેમેરા, ફ્રન્ટમાં સિંગલ કેમેરા, A14 બાયોનિક ચિપસેટ અને iOS 14 વગેરે ફિચર્સની સાથે લઇને આવી શકે છે.
ઇન્વેન્ટની શરૂઆત એપલના સીઇઓ ટિમ કૂકે કરી દીધી છે. તેમણે એપલના પ્રોડક્ટ એપલ વોચ, આઇપેડ, આઇફોન અને સિરી અંગે માહિતી આપી
એપલે 360 ડિગ્રી સરાઉન્ડ સાઉડ આપનાર હોમપોડ મિની સ્માર્ટ સ્પીકરની રજૂઆત કરી
હોમ પોડ મિનીની બોડી ફેબ્રિકની બનેલી છે. તેને લઇને મજબૂત સિક્યોરિટીનો દાવો કરવામાં આવે છે. સ્પીકરની પાસે આઇફોન લઇ જતા જ તે આપમેળે કનેક્ટ થઇ જાય છે. એપલ સિરીનો પણ સપોર્ટ તેમાં આપવામાં આવ્યો છે. આ સ્પીકરથી લાઇટથી લઇને દરવાજાના લોકને પણ કન્ટ્રોલ કરી શકાય છે. તેની કિંમત 99 ડોલર છે અને તેનું વેચાણ 5 નવેમ્બરથી શરૂ થશે.