બેંગ્લોરઃ ભારતમાં સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીની નંબર-1 બ્રાન્ડ એમઆઇ ઇન્ડિયાએ આજે જણાવ્યુ કે, તેણે 4 સપ્લાયર્સ પાસેથી ચેન્નઇમાં અને 3 સપ્લાયર્સના બેંગ્લોરમાં 33.3 લાખ રૂપિયાના નકલી MI શાઓમી પ્રોડક્ટ ઝડપી પાડ્યાછે. તે કંપની તરફથી નકલી સ્માર્ટફોનની વિરુદ્ધ ચલાવવામાં આવતા અભિયાનનો એક ભાગ છે. આ કેસમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે અને ઓક્ટોબર- નવેમ્બરમાં બજારોમાં રેડ પાડી હત, ત્યારબાદ બજારમાં શાઓમીના નકલી સ્માર્ટફોન વેચાઇ રહ્યા હોવાની વાત સામે આવી હતી.
કુલ 3000 પ્રોડક્ટ જપ્ત કરાયા
ફરિયાદના આધારે કંપની એ કેટલાંક અધિકારીઓની સાથે પોલીસ ઓફિસરોએ કેટલીંક દુકાનોમાં રેડ પાડી હતી અને ત્રણ દુકાનોમાં નકલી સ્માર્ટફોન પકડાયા હતા. આ દુકાનોમાંથી મોબાઇલના બેક કવર, હેડફોન, પવર બેન્ક, ચાર્જર અને ઇયરફોન સહિત કુલ 3000 જેટલી પ્રોડક્ટ જપ્ત કરવામાં આવી છે. આ બંને શહેરોમાં આ દુકાનોના માલિકોની શાઓમી કંપનીની નકલી પ્રોડક્ટ વેચવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેની પૂથપરછમાં જાણવા મળ્યુ કે, તેઓ ઘણા સમયથી આ પ્રોડક્ટોનુ વેચાણ કરી રહ્યા છે અને માર્કેટમાં વેચાઇ પણ રહી છે.
કેવી રીતે ઓળખશો શાઓમીની પ્રોડક્ટ અસલી છે કે નકલી?
કેટલીક પ્રોડક્ટો પર સિક્યોરિટી કોડ હોય છે, જેને એમઆઇની વેબસાઇટ MI.Com પર જઇને ચેક કરી શકાય છે. જેમ કે, MIની પાવર બેક અને તમામ ઓડિયો પ્રોડક્ટના પેકેજિંગમાં મોટો તફાવત હોય છે. ક્યારેક MI સ્ટોર પર જાવ અને ત્યાંની પ્રોડક્ટનું પેકેજિંગ જોશો તો તમને જો કોઇ નકલી પ્રોડક્ટ વેચવા ઇચ્છશે તો તમને ખબર પડી જશે, કારણ કે, તેનું પેકેજિંગ થોડુંક અલગ હોય છે. તમામ ઓથોરાઇઝ ફિટનેસ પ્રોડક્ટમાં MI ફિટ એપ હોય છે. પેકેજિંગના ઓરિજનલ લોગો MI.Com પર જોઇ શકાય છે.
નુકસાનકારક સાબિત થઇ શકે છે નકલી પ્રોડક્ટ
નકલી પ્રોડક્ટના કારણ માત્ર ગ્રાહકને આર્થિક નુકસાન જ નથી થતુ પરંતુ સુરક્ષા અને આરોગ્યને પણ ખતરો થઇ શકે છે. તેની સાથે જ આવી નકલી પ્રોડક્ટ્સથી ગોપનિયતા અને માહિતીની સુરક્ષા સામે ખતરો ઉભો થાય છે. કેટલાંક કિસ્સાઓમાં આવી પ્રોડક્ટ જીવલેણ સાબિત થઇ શકે છે. પાછલા વર્ષોમાં નકલી MI પ્રોડક્ટની ઘટનાઓ ઘણી વધી જતા કંપનીએ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેથી આવી નકલી પ્રોડક્ટ્સ વેચનારની ધરપકડ કરી શકાય.