Amazon Rule Change: Prime Video યૂઝર્સ માટે મોટી અપડેટ, જાન્યુઆરીથી અમલમાં આવશે નવા નિયમો
Amazon Rule Change: એમેઝોનએ તેના પ્રાઇમ વિડિયો યૂઝર્સ માટે મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે, જે જાન્યુઆરી 2025થી લાગુ થશે. કંપનીએ તેમના યૂઝર્સને જાણ કરેલું છે કે હવે પ્રાઇમ વિડિયો સબ્સ્ક્રિપ્શન હેઠળ એક જ અકાઉન્ટ પર વધુમાં વધુ પાંચ ડિવાઈસ પર સ્ટ્રીમિંગ કરવાની પરવાનગી રહેશે, જેમાં બે ટીવી પણ શામેલ છે.
આ ફેરફાર બાદ, જો કોઇ યૂઝર પાંચ કરતાં વધુ ડિવાઈસ પર પ્રાઇમ વિડિયો એક્સેસ કરવા માંગે છે, તો તેને વધારાની સબ્સ્ક્રિપ્શન ખરીદવી પડશે. આ ઉપરાંત, આ સુવિધા યૂઝર્સને તેમના ડિવાઈસ સેટિંગ પેજ પર જઈને પોતાના ડિવાઈસને મેનેજ કરવાની પરવાનગી પણ આપે છે.
એમેઝોનએ આ નવા નિયમ વિશે યૂઝર્સને ઈમેઇલ દ્વારા જાણકારી આપી છે અને જણાવ્યું છે કે આ ફેરફાર 2025 થી અમલમાં આવશે. આ પહેલા, પ્રાઇમ યૂઝર્સને વધુ ડિવાઈસ પર સ્ટ્રીમિંગ કરવાની સુવિધા હતી, પરંતુ હવે આ લિમિટેડ કરી દેવામાં આવશે.
પ્રાઇમ વિડિયોના આ ફેરફારથી સ્પષ્ટ છે કે કંપની તેના પ્લેટફોર્મની સુરક્ષા અને યૂઝર્સના અનુભવને વધુ સારું બનાવવા માટે પગલાં ઉઠાવી રહી છે.