નવી દિલ્હી : ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી (Xiaomi) ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં નંબર -1 છે. આ કંપની પર તેના પોતાના વપરાશકર્તાઓની જાસૂસી કરવાનો આરોપ છે. રિપોર્ટ અનુસાર, કંપની શાઓમી સ્માર્ટફોન યુઝર્સનો ડેટા તેના સર્વર્સ પર મોકલી રહી છે.
ફોર્બ્સના એક અહેવાલ મુજબ, સાયબર સિક્યુરિટી એનાલિસ્ટ ગેબ્બી સિર્લિગે દાવો કર્યો છે કે ઝિઓમીના વેબ બ્રાઉઝર સહિતની તમામ એપ્લિકેશનો મોબાઇલ ડેટાની કોપી કરી રહી છે અને તેને યુઝર ઓથેન્ટિકેશન વિના સર્વર પર અપલોડ કરી રહી છે.
ગેબી સિર્લિગે એમ પણ કહ્યું છે કે, તેમની પાસે આ દાવાને સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કંપની પર આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે. આવા આક્ષેપો અગાઉ પણ કરવામાં આવ્યા છે.
આ વિશ્લેષકે કહ્યું છે કે, રેડમી નોટ 8 સ્માર્ટફોન તેમના કામની દેખરેખ રાખે છે અને શાઓમીના રૅટેડ સર્વર પર ડેટા સેન્ડ કરી રહ્યો હતો. તેમને જાણવા મળ્યું છે કે તેમની ઓળખ અને ગોપનીયતા સાથે સંકળાયેલ ડેટા સ્માર્ટફોન નિર્માતા એટલે કે શાઓમીને જઇ રહ્યો છે.