HTCએ પોતાના આવનાર U સિરીઝ સ્માર્ટફોનમાં એક બેઝલ લેસ ડિસપ્લે હોવાની જાણકારી આપી છે. આશા છે કે નવા મિડ-રેંજ સ્માર્ટફોન HTC U11 લાઈફ હશે જે તાઈવાની કંપની LG, સેમસંગ અને શાઓમી જેવી કંપનીઓના પાતળી કિનારીવાળા ફોનને ટક્કર આપવામાં તેને મદદ મળશે. કંપની નવા હેંડસેટને 2 નવેમ્બરના રોજ લૉન્ચ કરશે.
HTC દ્વારા પોતાના આધિકારિક ટ્વીટર અકાઉંટ પર પોસ્ટ કરાયેલા એક ટિઝર પ્રમાણે, કંપની એક બેઝલ-લેસ સ્માર્ટફોન લૉન્ચ કરશે. ટીઝરમાં લખવામાં આવ્યું છે કે, ”You’ll believe it all on 11.02.2017.” નોંધનીય વાત તો એ છે કે ટીઝરમાં એક તસવીર પણ છે જેનાથી એક નવા લોન્ચ વિશે સંકેત મળી રહ્યા છે. જેમાં ડિસ્પ્લેની ચારેય તરફ પાતળા બેઝલ હશે. આ તસવીરથી પણ ખબર પડી રહી છે કે નવા U સીરિઝ સ્માર્ટફોનમાં હોમ બટન નથી. જ્યારે પાછલા HTC U11, U play અને U-ultraમાં એક હોમ બટન આપવામાં આવ્યું છે જે ફિંગરપ્રિંટ સેંસરનું પણ કામ કરે છે.
નવા ટીઝરમાં હોમ બટન ન હોવાને કારણે ખબર પડે છે કે ફોનમાં રિયર પર એક ફિંગરપ્રિંટ સેંસર છે. ગયા અઠવાડિયે પહેલા ટિઝરમાં પણ તેની જાણકારી મળી હતી. આ પહેલા આવેલા ટિઝરથી પુષ્ટિ થાય છે કે હેંડસેટમાં ટ્રેંડિંગ ડ્યુઅલ કેમેરા સેટઅપ ના હોઈને રિયર પર એક સિંગલ કેમેરા હશે જે LED ફ્લેશ સાથે આવશે. સ્માર્ટફોનમાં એક સેકંડર, નૉઈસ-કેંસલેશન માઈક્રોફોન અપાશે. શરુઆતમાં સમાચાર આવ્યા હતા કે HTC U11 પ્લસ અને U11 લાઈફને નવેમ્બરમાં થનાર ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. HTC સ્માર્ટફોનમાં 3 GB રેમ અને સ્નેપડ્રેગન 660 પ્રોસેસર હશે. બેંચમાર્ક લિસ્ટિંગથી ફોનમાં 7.1.1 નૂગટ હોવાની ખબર પડી છે.
HTC U11 લાઈફમાં પિક્સલ 2 અને પિક્સલ 2 XLની જેમ જ સ્કીઝેબલ એજ હોવાનીઆશા છે. આ સ્માર્ટફોન HTC U11 ની જેમજ મેટલ બૉડી અને ગ્લૉસી ફિનિશ સાથે આવશે. કંપની દ્વારા 18:9 આસ્પેક્ટ રેશિયો સાથે આવશે. આ કંપનીનો પહેલો બેઝલ-લેસ ડિસ્પ્લે હોઈ શકે છે.