એપલ પોતાના કોઈ નવા મોડેલને જયારે પણ માર્કેટમાં મૂકે છે ત્યારે કંઈક ખાસ વાત હોય છે એવું કહેવું અતિશયોક્તિ વાળું ના કહેવાય એપલનો નવો iPhone X ખાસ એટલે પણ છે કે તે સૌથી મોંઘો છે. દુનિયાભરના બજારોમાં આજ થી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ભારત એ દેશોમાં સામેલ છે જ્યાં સૌથી પહેલા iPhone Xનું વેચાણ થશે.
ભારતમાં iPhone X 64 GBની કિંમત 89,000 છે જયારે 256 GBની કિંમત 1 લાખ 2 હજાર છે. રિલાયન્સ જિયોએ iPhone 8 અને iPhone 8 Plusની જેમ iPhone X સાથે બાયબેક ઓફર આપી છે એરટેલ પર પણ આ ઓફર મળે છે. ફ્લિપકાર્ટ પર આ iPhone X મોડેલ પર બાયબેક ઓફર મળે છે. ભારતમાં iPhone X 2 કલરમાં મળે છે એક સ્પેસ ગ્રે અને સિલ્વર સીટી બેકના ક્રેડિટ કાર્ડથી ખરીદી પાર 10,000ની કેશબેક ઓફર છે. આ ઓફર 3 નવેમ્બર એટલેકે આજ પૂરતી જ છે.
કંપનીએ પ્રથમ વાર આમાં ઓલેડ ડિસ્પ્લે લગાવ્યો છે ફોનની સ્ક્રીન 5.8 ઇંચ છે ફોનનું રિઝોલ્યૂશન 2436 X 1125છે