નવી દિલ્હી: એચએમડી ગ્લોબલએ તેના નીચા બજેટ રેંજ સેગમેન્ટમાં એક નવો સ્માર્ટફોન નોકિયા સી 01 પ્લસ લોન્ચ કર્યો છે. આ ફોન પાછલા વર્ષે લોન્ચ થયેલ નોકિયા સી01નું અપગ્રેડ વર્ઝન છે. તેની ડિઝાઇન સી 1 પ્લસ જેવી જ છે. તે શક્તિશાળી, સસ્તી તેમજ વિશાળ બેટરી પેકથી સજ્જ છે. ઉપરાંત, તે Android GO ના નવીનતમ સંસ્કરણ પર કાર્ય કરે છે.
કિંમત અને ઉપલબ્ધતા
કંપનીએ હાલમાં રશિયામાં નોકિયા સી 01 પ્લસ લોન્ચ કર્યો છે અને તેની કિંમત આરયુબી 6,490 એટલે કે 6,600 રૂપિયા છે. તેમાં 1GB રેમ સાથે 16GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. તે રશિયામાં પ્રી બુકિંગ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. તેને બ્લુ અને પર્પલ કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. જોકે, કંપનીએ આ સ્માર્ટફોનને ભારત અને અન્ય દેશોમાં લોન્ચ કરવા અંગે કોઈ ખુલાસો કર્યો નથી.
નોકિયા સી 0 પ્લસની વિશિષ્ટતાઓ
નોકિયા સી 0 પ્લસમાં 1440 × 720 પિક્સેલ્સની સાથે 5.45 ઇંચની એચડી + ડિસ્પ્લે છે. ફોનમાં પાછળનો 5 એમપી કેમેરો અને એલઇડી ફ્લેશ છે. ફોન વધુ સારી પકડ અને સ્પ્લેશ પ્રૂફ ડિઝાઇન માટે ટેક્ષ્ચર ફિનીશ સાથે લાવવામાં આવ્યો છે. તે બ્લુ અને પર્પલ એમ બે કલર ઓપ્શનમાં છે. આ ફોનમાં UNISOC SC9863a ચિપસેટ આપવામાં આવી છે. તેમાં 1 જીબી રેમ સાથે 16 જીબી સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડીની મદદથી 128 જીબી સુધી વધારી શકાય છે. આ સિવાય ફોનમાં 5W ચાર્જિંગ સપોર્ટ સાથે 3,000 એમએએચની બેટરી આપવામાં આવી છે.