ભારતીય ટેલીકોમ માર્કેટમાં અત્યારે ગ્રાહકોને આકર્ષવા અવનવા પ્લાન આવી રહ્યા છે. વોડાફોન, એરટેલ, આઈડિયા, જિયો આ દરેક મોટી કંપનીઓ ચોટી એડીનું જોર લગાવી અવનવી સ્કીમ માર્કેટમાં લાવી પોતાનો દબદબો બનાવવા મથી રહ્યા છે. આ સાથે જ ગ્રાહકોને પણ પહેલા કરતા ઘણા વધુ સારા વિકલ્પો અને સારી સેવા મળી રહી છે. કોઈ કંપનીના ડેટા પ્લાન કે પ્રીપેડ-પોસ્ટપેઈડ ઓફરનો લાભ લેતા મુશ્કેલી થાય તો હવે પ્લાન કે કંપની બદલવી પણ આસન છે. આથી હવે ગ્રાહકોને સંભાળવા સારી ફેસેલિટી આપવી એ ખુબજ મહત્વનું છે.
એરટેલે લોન્ચ કર્યો છે ૩૯૯નો પ્લાન
એરટેલે રૂ. ૩૯૯નો પોસ્ટ પેઈડ પ્લાન રજુ કર્યો છે જેમાં અનલીમીટેડ લોકલ તેમજ STD કોલ્સ 10 GB data પર બીલ સાઇકલ. આઉટગોઇંગ રોમિંગ કોલ્સ પર 80 પેસા તેમજ લોકલ રોમિંગ ચાર્જ rs. ૧.૧૫ મીનીટના ચૂકવવાના રહેશે. આ સિવાય યુઝના થયેલો ડેટા ઓટોમેટીક બીજા મંથમાં એડ થશે.એટલે કે ગ્રાહક પોતાના ડેટા વાપરીન શકે તો બીજા મહીને તે ડેટાનો વપરાશ કરી શકશે.
જિઓનો rs 309નો પ્લાન
જિઓના આ પ્લાનમાં અનલીમીટેડ લોકલ તેમજ STD રોમિગ કોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રાહકને 30 GB 4 G ડેટા તેમજ ૧ GB પર ડે મળશે. આ સાથેજ રોજના ૧૦૦ મેસેજ ફ્રી કરી શકાશે. સિક્યોરિટી ડીપોઝીટના 400 એક્સ્ટ્રા આપવાના રહેશે.
આઈડિયાનો 349 નો પ્લાન
આઈડિયાનો 349 નો પોસ્ટ પેઈડ પ્લાન અનલીમીટેડ લોકલ તેમજ STD કોલ્સ આપે છે પણ આ પ્લાનમાં કોઈ ફ્રી મેસેજ આપવામાં આવ્યા નથી. ગ્રાહકને એક વર્ષનો પ્લાન લે તો 4 GB બોનસ મળે છે. મતલબ કે ગ્રાહકને ૧ મહિનામાં 5 GB ડેટા મળશે.
વોડાફોન પોસ્ટ પેઈડ માટે આવો કોઈ પ્લાન લાવતું નથી. વોડાફોન પોસ્ટ પેઈડમાટે ૫૦૦થી ૬૦૦નો પ્લાન લાવ્યા હતા જે હાલમાં તેણે પાછો ખેચ્યો છે.
સસ્તા પ્લાનની હોડમાં અત્યારે દરેક કંપનીઓ ઓછા પૈસામાં વધુ ફાયદો આપી રહી છે. જોવાનું એ છે કે તમને કયો પ્લાન અનુકુળ આવે છે.