ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ક્વાટર્સમાં કર્મચારીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. કર્મચારીએ ગળા ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી હતી.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ક્વાટર્સમાં આજ રોજ મંગળવારે સવારમાં સિવિલના સ્ટાફ ના છોકરા એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. જેથી સેકટર-7 પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસનો દોર હાથ ધર્યો છે આપઘાત કરનાર વ્યક્તિના અંદાજે બે વર્ષ અગાઉ નર્સિંગ ઈન્ચાર્જ સાથે પ્રેમલગ્ન થયા હતાં. જેઓ આજ સવારમાં જ ફરજ પર હાજર થવા સાસરી અમદાવાદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પરત આવ્યાં હતાં. તેઓ સાથી કર્મચારીઓને ચા-નાસ્તો કરવાનું કહીને કપડાં બદલવા પોતાના ક્વાટર્સમાં ગયા પણ ઘણા સમય બાદ પણ તેઓ પાછા ના આવતાતેમના સાથી સ્ટાફ જ્યારે તેમને બોલાવવા ગયા તો દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમયસુધી દરવાઝો ના ખોલતા સ્ટાફે કંઈક શંકા જતા જ રાખી દરવાજો તોડી નાખ્યો હતો.સેકટર-7 પોલીસ સિવિલ સ્ટાફ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ કરી તો રૂમમાં એક હુકમાં રૂમાલ વડે કર્મચારી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા અન્ય સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. જેની જાણ થતાં જ અન્ય સ્ટાફના કર્મચારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતાં. બાદમાં પોલીસને જાણ કરાતા સેકટર-7 પોલીસ સિવિલ સ્ટાફ ક્વાટર્સ ખાતે દોડી ગઈ હતી. હાલમાં કયા કારણોસર કર્મચારીએ આપઘાત કર્યો હોવાનું હજુ સુધી જાણવા નથી મળ્યુ