કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગર ખાતે મહિલાઓ અને મહિલા સ્વસહાય જુથ દ્વારા એક ખાસ ટી- સ્ટોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ફક્ત ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે જ આવી રીતે મહિલા સ્વસહાય જુથ દ્વારા ટી- સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તેમણે ચાના સ્વાદનો પણ આનંદ માણ્યો હતો. આમ ગાંધીનગરથી શરૂ થયેલા પહેલા તો હવે સમગ્ર દેશના તમામ રેલવે સ્ટેશનમાં લાગુ પડે તેવું પણ આયોજન કરાયું હોવાનું સૂત્ર ગતિ માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
મહિલા સ્વસહાય જુથ નાગેશ્વરી સખી બચત મંડળ દ્વારા સંચાલિત ટી-સ્ટોલના મહિલાએ કહ્યું, ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરાયેલા ટી- સ્ટોલ ખાતે શરૂઆતના તબક્કામાં ૧૪ જેટલી મહિલાઓને રોજગારી મળી છે. આવનારા સમયમાં વધુ મહિલાઓને રોજગારી મળશે. આ ઉપરાંત માટી કામ સાથે જાેડાયેલી તમામ મહિલાઓને પણ ટૂંક સમયમાં રોજગારી આપવામાં આવશે. આ સાથે જ માટીના અનેક ઘરવખરીનું વેચાણ પણ રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવશે.વર્તમાન સમયમાં પ્લાસ્ટિક મુક્ત દેશનું અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે, ત્યારે રેલવે સ્ટેશન ખાતે ચા પ્લાસ્ટિકના કપમાં અથવા તો ડીસ્પોસેબલ ગ્લાસમાં આપવામાં આવે છે પરંતુ ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે શરૂ થયેલ મહિલા સ્વ સંચાલિત ટી- સ્ટોલ ખાતે માટીની કુલડીમાં ચાનું વિતરણ કરવામાં આવશે.